ધારીમાં 15 ગામના ખેડૂતોએ ઈકો ઝોન હટાવવાની માગ સાથે આપ્યું આવેદન - REMOVAL OF ECO ZONE
🎬 Watch Now: Feature Video
Published : Oct 15, 2024, 6:48 PM IST
અમરેલી: ઈકો સેન્સીટીવ ઝોન મામલે કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. ધારી કિસાન સંઘ દ્વારા મામલતદાર, વનવિભાગ અન ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું છે. ઈકો સેન્સીટીવ ઝોન હટાવવાની માંગણી સાથે જય જવાન જય કિસાનના નારા લગાવતા કિસાન સંઘે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં ઈકો ઝોન લગાવવાના મામલે અમરેલી જિલ્લાના ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને અમરેલી જિલ્લાના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં કિસાન સંઘના અગ્રણીઓને સાથે રાખી અને આવેદનપત્ર આપી રહ્યા હતા. આજે ધારી શહેરમાં મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારીને ઇકો ઝોન કાયદો રદ કરવામાં આવે અને હટાવવામાં આવે જેની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
ઇકો ઝોનને લઈને અવારનવાર ખેડૂતો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી ઇકો ઝોન હટાવવામાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની ઉપસ્થિતિમાં બાબતે બેઠક પણ યોજાઈ હતી અને અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલ આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા આખરે ખેડૂતો દ્વારા કિસાન સંઘને સાથે રાખી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કિસાનો એ ઈકો ઝોન કાયદો રદ કરવામાં આવે જેવી માંગ કરવામાં આવી હતી.