ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા પહેલા કોંગી ઉમેદવાર હિંમતસિંહ પટેલનો છેલ્લો હુંકાર - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 6:17 PM IST
અમદાવાદ : ગુજરાતમાં તમામ લોકસભા બેઠક પર આજે ચૂંટણી પ્રચાર માટે અંતિમ દિવસ છે. દરેક પાર્ટી છેલ્લી ઘડી સુધી પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાઈ છે. આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે છેલ્લો હૂંકાર કર્યો છે. અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. અમદાવાદ શહેરના બાપુનગર, સૈજપુર, નરોડા પાટિયા, મેમ્કો ચાર રસ્તા અને રખિયાલથી સુખરામનગર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.