'શાળાઓએ ફાયર સુવિધા કરાવી જ પડશે'...શિક્ષણ મંત્રી પ્રફુલ પાંનસેરિયા - Praful Panseria gave a statement
🎬 Watch Now: Feature Video
સુરત: પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સુરત મહાનગર પાલિકા વિસ્તારના નવા પૂર્વ ઝોન સરથાણાની કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાંક 385માં રૂ.5.65 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનનું રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂની શાળાને તોડીને બનાવેલા ગ્રાઉન્ડ ફ્લોર સાથેના ત્રણ માળના નવા મકાનમાં કુલ 21 ઓરડા બનાવવામાં આવ્યા છે. બાલવાટિકા સાથે ધો.1 થી 8ના 840 જેટલા બાળકો અભ્યાસ કરી શકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મિડ ડે મિલ હોલ, મલ્ટી પર્પઝ હોલ, પ્રિન્સિપાલ રૂમ, સ્ટોર રૂમ, સ્ટાફ રૂમ, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓથી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો અને વાલીઓ હાજર રહ્યા હતા.
શાળાઓમાં ફાયર સેફ્ટીને લઇને મંત્રીએ આપ્યું નિવેદન: સ્કૂલ વાહનોમાં ખીચોખીચ ભરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ શાળાઓમાં ફાયર સેફ્ટીને લઇને મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કોઈપણ સમસ્યાનું સમાધાન નીકળી શકે છે. જે પણ શાળા પાસે ફાયર નથી, તો ફાયર સુવિધા કરવી જ પડશે. નિયમોમાં બાંધછોડ ન કરવા માટે હું અપીલ કરુ છું. બાળક આપણા માટે અમૂલ્ય છે. હડતાળ પાડવા કરતા પ્રશ્ન સોલ્યુશન લાવવામાં આવે અને મનમાની ચલાવી લેવી જોઈએ નહિ તેવુ જણાવ્યું હતું.