જામનગરના ત્રણ ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ આપી - Absentee teachers

🎬 Watch Now: Feature Video

thumbnail

જામનગર : ગુજરાતના પ્રાથમિક શિક્ષક વગર મંજૂરીએ વિદેશ ગમન કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, તેવા સમયે રાજ્યભરમાં શિક્ષણ તંત્ર એલર્ટ બન્યું છે. એટલું જ નહીં સરકાર દ્વારા વિદેશ ગયેલા શિક્ષકો અંગે માહિતી માંગવામાં આવી છે. જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ગામડામાં પ્રાથમિક શાળાના ત્રણ-ત્રણ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રાજ્ય સરકારમાં અહેવાલ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાંથી એક શિક્ષક સરકારની મંજૂરી સાથે વિદેશ પ્રવાસમાં ગયેલા છે. આ ત્રણ શિક્ષકો કેટલા સમયથી ગેરહાજર છે ? કેટલા દિવસની રજા ઉપર ગયા હતા ? તે અંગે માહિતી મંગાવી હતી. તેનો અહેવાલ સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.