પોરબંદરમાં જર્જરિત ઈમારત તોડી પાડવાની કામગીરી શરૂ, પાલિકાએ 20થી વધુને ફટકારી છે નોટિસ - Dilapidated building demolished - DILAPIDATED BUILDING DEMOLISHED
🎬 Watch Now: Feature Video
Published : Jun 27, 2024, 11:52 AM IST
પોરબંદર: નગરપાલિકા દ્વારા 20થી વધુ જેટલા જર્જરીત ઇમારતના માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી, ઉપરાંત પોરબંદરની હીરા પન્ના કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોને તો સીલ મારવામાં આવી હતી અને દાસાણી બિલ્ડીંગની સામે આવેલ બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. એસટી રોડ પાસે આવેલ દાસાણી બિલ્ડીંગની સામે આવેલ જર્જરિત ત્રણ માળની બિલ્ડીંગના માલિકને નગરપાલિકા દ્વારા મકાન જર્જરિત હાલતમાં હોવાની નોટિસ પાઠવવામાં આવી હતી અને તાત્કાલિક તોડી પાડવા માટે પણ જણાવ્યું હતું. ત્યારે કાલે મકાનમાલિક દ્વારા પોતાના ખર્ચે આ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટાભાગનો જર્જરિત વિભાગ તોડી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી માટે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને કોઈ જાનહાની ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.