"સમાજ અને રાષ્ટ્રવાદ અલગ, સમાજ સાથે રહેવું જોઈએ" પૂર્વ MLA શિવાજી ભુરીયાનું વાયરલ નિવેદન - VIRAL VIDEO - VIRAL VIDEO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 8:19 AM IST

બનાસકાંઠા : થરાદ તાલુકાના ખેંગારપુરા ગામેથી પૂર્વ ધારાસભ્ય શિવાજી ભુરીયાનો વિડીયો વાયરલ થયો છે. ચૌધરી સમાજના પ્રસંગમાં ઉપસ્થિત રહેલા શિવાજી ભુરીયાએ સમાજ સામે રંગ બદલતા કહ્યું હતું કે, સમાજ પહેલા આવે છે. સમાજ અને રાષ્ટ્રવાદ અલગ છે. સમાજની વાત આવે તો સમાજ સાથે રહેવું જોઈએ. ચૂંટણીમાં કેશાભાઈ ચૌહાણ રેખાબેનનું ક્યાંય પણ નામ નથી લીધું, શું કોઈ ફેર પડ્યો ? માવજીભાઈ ધાનેરામાં ધારાસભ્ય થઈ ગયા, શું કોઈ રબારી સમાજને ફેર પડ્યો ? આ વખતે બધા રબારી ભાજપમાંથી કોંગ્રેસમાં જતા રહ્યા, શું ફેર પડ્યો ? પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ કહ્યું કે, તમારો કોઈ ફેર પડશે, એક જ વાત પકડી રાખો કે અમે રાષ્ટ્રવાદી છીએ. શિવાજી ભુરીયાએ વિરોધાભાસી નિવેદનમાં સમાજ આગળ સમાજનું જ ગાણું ગાયું હતું. નોંધનીય છે કે, શિવાજી ભુરીયા દિયોદર સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.