"સરકારે અધ્યાપક સહાયકોનું શોષણ કર્યું" પગાર વધારા મામલે અધ્યાપક સહાયકો પડખે આવ્યું કોંગ્રેસ - Teaching Assistants Salary Issue - TEACHING ASSISTANTS SALARY ISSUE
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 7:49 PM IST
રાજકોટ : છેલ્લા લાંબા સમયથી અધ્યાપક સહાયકો પગારને લઈને પોતાની માંગણી સરકાર સામે મુકતા આવ્યા છે. ત્યારે આજે પ્રવક્તા ડૉ. નિદત્ત બારોટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અધ્યાપક સહાયકોનું દુઃખ દૂર કરવા બાબત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાંચ વર્ષ લટકતી તલવારે અધ્યાપક સહાયક કાર્ય કરે તેવી છે. કોલેજમાં કામ કરતા વિદ્વાન યુવાનોનો પગાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોથી ઓછો છે. આશરે પાંચ હજાર જેટલા અધ્યાપક સહાયકો પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. અધ્યાપક સહાયકોને 40,156 માસિક વેતન નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર 49,600 છે. તથા B.A. B.Ed. કરેલ માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર 40,800 છે. ત્યારે એવુ પ્રતીત થાય છે કે અધ્યાપક સહાયકોનું આપણી સરકાર શોષણ કરી રહી છે. રાજ્ય સરકાર વહેલી તકે આંખ ખોલી અધ્યાપક સહાયકોના પગારમાં વધારો કરે.