thumbnail

શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પાંચ આગેવાનોના જામીન મંજુર કરવા બદલ, નામદાર હાઈકોર્ટનો આભાર માન્યો - Congress MP Shakti Singh Gohil

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 3:59 PM IST

અમદાવાદ: 3 જૂલાઈએ સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુમારે પાલડી સ્થિત કાર્યાલય ખાતે તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇને ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી ભાજપ અને કોંગ્રેસના કાર્યકારોનો ગિરફ્તાર કર્યા હતા. જેને લઈને આજે કોંગ્રેસના પાંચ આગેવાનોના જામીન મંજુર કરવા બદલ નામદાર હાઈકોર્ટનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું. સત્યમેવ જયતે. આજે કોંગ્રેસના પાંચ આગેવાનોના જામીન મંજુર કરવા બદલ નામદાર હાઈકોર્ટનો આભાર. ભાજપના ગુંડાઓ કોંગ્રેસના કાર્યલય પર આવી તોડફોડ કરે, સોશિયલ મીડીયામાં વિડીયો અને મેસેજ વાઈરલ કરે, આવા ગુંડા તત્વોને પોલીસ કેમ હજુ સુધી પકડતી નથી ? કોંગ્રેસના કાર્યકર્તાઓને પકડવાનું જે કામ પોલીસે કર્યું આ વલણ બિલકુલ વ્યાજબી નહોતું . મુદ્દાસર દલીલો અને એવીડન્સ સાથે રજુઆત કરીને ન્યાય અપાવ્યો, તે બદલ વિદ્વાન વકિલ  શ્રી હ્રિદય બુચનો તથા અમારી લીગલ ટીમના સભ્યોનો આભાર.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.