thumbnail

અમદાવાદથી રાહુલ ગાંધી LIVE, કોંગ્રેસ ભવનમાં કાર્યકરોને રાહુલ ગાંધીનું સંબોધન - Rahul Gandhi Gujarat visit

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 1:11 PM IST

Updated : Jul 6, 2024, 2:17 PM IST

અમદાવાદ: લોકસભાના વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. હાલમાં રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવનમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસનાં કાર્યકરોઓને સંબોધન કરી રહ્યાં છે. સંબોધન બાદ રાહુલ ગાંધી જે કોંગ્રેસના કાર્યકરો જેલમાં છે તેમના પરિવારો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે. ગુજરાતમાં જુદી જુદી બનેલી કરુણાતીકાઓનાં પીડિત પરિવારજનોને પણ રાહુલ ગાંધી મળશે. મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીની મુલાકાતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ ભવન બહાર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યાં છે. ખાસ તો 2 જૂલાઈએ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે હિંસક ઘર્ષણ થયું હતું તેવી ઘટના ફરી ન સર્જાય તે માટે પોલીસ તંત્રએ વિશેષ તકેદારી રાખી છે.
Last Updated : Jul 6, 2024, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.