બદ્રીનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જોડાયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા
🎬 Watch Now: Feature Video
Published : Jan 21, 2024, 4:15 PM IST
સુરત : ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ સમગ્ર દેશ રામમય બન્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તીર્થસ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સુરત શહેરના બદ્રીનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાયા હતા.
તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન : અડાજણ ખાતે બદ્રીનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, તીર્થ સ્થાનોની સ્વચ્છતા સાથે તેની જાળવણી પણ જરૂરી છે. વર્ષો બાદ રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને લઈ દેશભરના તીર્થ સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. દેશભરના લોકોમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણો ઉત્સાહ છે. સુરતના મંદિરોમાં પણ સ્વચ્છતાની સાથે ભવ્ય આયોજન કરાયું છે.