સુરતમાં ધોરણ 12 પરિણામ જોઇ હર્ષથી વિદ્યાર્થીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. - Class 12 Result - CLASS 12 RESULT
🎬 Watch Now: Feature Video
Published : May 9, 2024, 12:09 PM IST
|Updated : May 9, 2024, 12:44 PM IST
સુરત: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થતાં વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓની નજર મોબાઇલ પર હતી. ક્યારે પરિણામ જાહેર થાય અને મોબાઇલમાં તેઓ પરિણામ જોઈ શકે. જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે મોબાઇલ પર પોતાનું પરિણામ જોઈ સુરતના વિદ્યાર્થીઓ આનંદની લાગણીથી ભીંજાય થઈ ગયા હતા. પરિણામ જોઈ તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. પોતાની લાગણી તેઓ છુપાવી શક્યા નહોતા પરિણામ જાહેર થતાં જ તેઓ આટલી હદે આનંદી થઈ ગયા હતા કે સતત રડવા લાગ્યા હતા. જે પરિણામ માટે આખા વર્ષ તેઓએ મહેનત કરી હતી તેનું પરિણામ સારું આવતા તેમની લાગણી આસુંના માધ્યમથી દેખાય હતી.