CM ભુપેન્દ્ર પટેલ રાજપીપળામાં, ભરૂચ અને છોટાઉદેપુર બેઠક જંગી લીડથી જીતવા કર્યુ આહ્વાન - CM Bhupendra Patel visited Rajpipla - CM BHUPENDRA PATEL VISITED RAJPIPLA
🎬 Watch Now: Feature Video
Published : Apr 7, 2024, 9:21 PM IST
નર્મદા: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે (7 એપ્રિલ, રવિવાર) નર્મદા જિલ્લાના રાજપીપળાની મુલાકાતે આવ્યા હતાં. મુખ્યપ્રધાન ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા સવારે રાજપીપળા આવી પહોંચ્યા હતા. ત્યાંથી સીધા જ તેઓ હરસિધ્ધિ માતા મંદિરે પહોંચ્યા હતાં અને માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે પ્રભારી મંત્રી ભિખુસિહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતના રાજકીય અગ્રણી જોડાયા હતા. દર્શન કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં અને અહીં તેમણે દીપ પ્રાગટ્ય કરીને બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ મુખ્યપ્રધાને કમલમ ખાતે વિવિધ રાજકીય-સામજીક આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી. ત્રણ કલાક કમલમ ખાતે ચાલેલી બેઠકમાં ભરૂચ બેઠક અને છોટા ઉદેપુર બેઠક 5 લાખ કરતાં વધુ મતોથી જીતવા આહવાન કરાયું હતું. મુખ્યપ્રધાને ભરૂચ બેઠક પર ખાસ ધ્યાન રાખી વિકાસનાં કામોથી વંચિત વિસ્તારોમાં સૌથી વધુ કામગીરી કરવાની સૂચના પણ આપી હતી.