મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કમલમ ખાતે પ્રેસને સંબોધશે - CM BHUPENDRA PATEL PRESS - CM BHUPENDRA PATEL PRESS
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 5:23 PM IST
|Updated : Jun 4, 2024, 6:21 PM IST
આજે લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ જાહેર થયું છે.જેમા ગુજરાતમાંથી 26 સીટોમાંથી 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે.આ ચૂંટણીમાંં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રાજકીય જંગનો માહોલ સર્જાયો હતો. જેમાંથી ભાજપના મોટા ભાગના ઉમેદવારોએ જીત હાંસિલ કરીને ગુજરાતમાં ભાજપને ભવ્ય વિજય મેળવી લીધી છે.પરંતુ ગુજરાતની એક સીટ બનાસકાંઠા પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવીને કોંગ્રેસના ફાળે 1 સીટ આવી છે, ચૂંટણી પરિણામ આવતા ઘણા ઉમેદવારો અને કાર્યકર્તાઓને નાલેશીભરી હારનો સ્વાદ ચાખવા મળ્યો છે,ગુજરાતમાં એક જ બનાસકાંઠાની સીટ કોંગ્રેસને ફાળે ગઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની રણનીતિ મુજબ ભાજપે ગુજરાતમાં ભવ્ય જીત મેળવી છે. ચૂંટણીના સારા પરિણામો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા છે.જ્યા તેઓ પ્રેસને સંબોધશે.
Last Updated : Jun 4, 2024, 6:21 PM IST