જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, રાઘવજી પટેલે જીજી હોસ્પિટલમાં બોલાવી ઈમરજન્સી મીટીંગ - Chandipuram Virus 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 7:42 PM IST

Updated : Jul 18, 2024, 10:58 PM IST

જામનગર: જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે સ્થિતિની ગંભીરતા પારખીને જીજી હોસ્પિટલમાં જ ઈમરજન્સી મીટીંગ યોજી હતી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ આ રોગના શંકાસ્પદ કેસની એન્ટ્રી થઈ ગઈ હોવાથી ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી. આ રોગચાળાને અટકાવવાના જરૂરી પગલાં ભરવા માટે જી.જી. હોસ્પિટલની તાકીદની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે જી.જી. હોસ્પિટલના ડીન ડોક્ટર નંદીની દેસાઈ, હોસ્પિટલના સુપ્રી. ડો. તિવારી તથા અન્ય તબીબી અધિકારીઓની સાથે બેઠકનો દોર યોજયો હતો. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની જરૂરી સારવાર અર્થે અલગ વોર્ડની વ્યવસ્થા કરવા તેમજ જરૂરી દવા તથા તેને લગત જથ્થો પર્યાપ્ત માત્રામાં તૈયાર રાખવા સંબંધે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ પણ આ સંબંધે દોડધામ કરી રહી છે. 

Last Updated : Jul 18, 2024, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.