Budget 2024-25: વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25 પર અર્થશાસ્ત્રીની વિચક્ષણ સમીક્ષા
🎬 Watch Now: Feature Video
Published : Feb 1, 2024, 8:02 PM IST
અમદાવાદઃ આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. આ બજેટ સંદર્ભે રાજનેતાઓ, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ, વેપારીઓ અને જનતા પોતપોતાની રીતે મૂલવણી કરી રહ્યા છે. જો કે આ બજેટ પર અર્થશાસ્ત્રી કેવી સમીક્ષા કરી રહ્યા છે તે જાણવું અગત્યનું છે. અમદાવાદના જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહ સાથે ઈટીવી ભારતે બજેટ પર સમીક્ષા જાણી છે. હેમંત શાહે આ વચગાળાના સામાન્ય બજેટની સમીક્ષા કરી છે. હેમંત શાહે સરકારે આર્થિક સર્વે રજૂ ન કર્યો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. આર્થિક સર્વે એક સરકારના ખર્ચ અંગે પારદર્શીતા દર્શાવે છે. આર્થિક સર્વે રજૂ ન કરીને સરકારે 'પારોઠનાં પગલા' ભર્યા બરાબર છે. બજેટ 2024 25માં સાડા 6 ટકાનો વધારો નોંધાયો છે. જે અત્યંત મામૂલી છે કારણ કે ફુગાવાનો દર જ 6 ટકાની આસપાસ છે. બીજું સરકાર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કોઈ નક્કર વિકાસ કરવા માંગતી હોય તેવું જણાતું નથી. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરે છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરતા શ્રમિકોના જીવનધોરણને ઊંચું લાવવા પગલા ભરે તે મહત્વનું છે.
આર્થિક સર્વે એક સરકારના ખર્ચ અંગે પારદર્શીતા દર્શાવે છે. સરકારે આર્થિક સર્વે રજૂ ન કરી તે સરકાર માટે 'પારોઠનાં પગલા' બરાબર છે...હેમંત શાહ(અર્થશાસ્ત્રી, અમદાવાદ)