Lok Sabha Election 2024: કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરાઇ - લોકસભા સામાન્ય ચૂંટણી 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 26, 2024, 10:50 PM IST
કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. આજે ભુજ ખાતેના કચ્છ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યલય ખાતે કચ્છ - મોરબી લોકસભાની સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરાઇ હતી. જેમાં નિરીક્ષકો તરીકે પ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ, પૂર્વ મેયર બીજલ પટેલ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ સરવૈયા હાજર રહ્યા હતા અને દાવેદારોનું સેન્સ હાથ ધર્યું હતું. ભુજના કાર્યલય ખાતે કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ અને મોરબીના દાવેદારો અને અપેક્ષિત કાર્યકરોએ હાજરી આપી હતી. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વરચંદ, કચ્છ લોકસભા બેઠક પ્રભારી કમલેશ મીરાણી સહિત કચ્છ જિલ્લા ભાજપના અને તાલુકા ભાજપ કક્ષાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો નિરીક્ષકો દ્વારા ભાજપમાંથી દાવેદારી કરનારા ઉમેદવારો અંગે તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો પાસેથી ઉમેદવાર અંગેના સેન્સ લેવામાં આવ્યા હતા. આજ સાંજથી આવતીકાલ બપોર સુધી આ સેન્સ પ્રકિયા ચાલશે. ઉપરાંત આ પ્રકિયા પૂર્ણ થયા બાદ ગાંધીનગર ખાતે એક સંકલન બેઠક યોજાશે અને ત્યાર બાદ ઉમેદવારોના નામ અને રિપોર્ટ હાઈ કમાંડ સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાર બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તેવું કચ્છ લોકસભા બેઠકના પ્રભારી કમલેશ મીરાણીએ જણાવ્યું હતું.