અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર મામલે ATSને મળી, સફળતા - ATS Gujarat found illegal arms - ATS GUJARAT FOUND ILLEGAL ARMS
🎬 Watch Now: Feature Video
Published : Apr 26, 2024, 3:14 PM IST
અમદાવાદ: ATSએ ગેરકાયદેસર 25થી વધારે હથિયારો ઝડપીને 6 આરોપીઓની ધરપકડ કરી હતી.આ આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ રાજ્યમાંથી હથિયારો મંગાવતા હતાં. રાજ્યમાં PM મોદીની મુલાકાત પહેલા હથિયારોનો જથ્થો પકડાયો હતો. આ હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
5 પિસ્ટલ અને 20 કારતૂસ મળી આવ્યા: ATS ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ATSના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરી હતી. જે સૂચના અન્વયે નાર્કોટિક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું.આ દરમ્યાન ATSના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખીને 25 એપ્રિલના રોજ 4:00 વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવીને ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવવાનો છે. આ માહિતીને આધારે એ.ટી.એસ. ગુજરાતના પોલીસ સબ ઈન્સપેક્ટર વી.આર જાડેજા અને વી.એન ભરવાડ તેમજ તેમની ટીમના માણસોએ તે જગ્યાએ વોચ ગોઠવી હતી.
જે દરમ્યાન બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને રોકી લઈ આરોપીઓ પાસે રહેલા થેલાની તપાસ કરતા શિવમ ઇન્દ્રસિંહ ડામોર પાસેથી 5 પિસ્ટલ અને 20 કારતૂસ મળી આવ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓ વિરૂધ્ધ એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરીને વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પકડાયેલ આરોપી શિવમ ઇંદ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્યપ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવજા કરતો હતો, જે દરમ્યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોનો સંપર્ક કરીને લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો હતો. જેમાં તે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમ્યાન અલગ અલગ લોકોને હથિયાર પહોચાડ્યા હોવાની માહિતી આપી હતા. ત્યારબાદ પોલીસ સબ ઈન્સપેક્ટર વી.આર. જાડેજાની ટીમે વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર જીલ્લાઓમાંથી ૨૦ પિસ્ટલો તથા ૭૦ રાઉન્ડના જથ્થા સાથે અન્ય ચાર ઈસમોની ધરપકડ કરી હતી.