ઓલપાડમાં સગીરા સાથે છેડતીનો બનાવ, આરોપીને પોલીસે દબોચ્યો - Surat Crime - SURAT CRIME
🎬 Watch Now: Feature Video
Published : Mar 30, 2024, 10:42 AM IST
સુરત : ઓલપાડ તાલુકાના એક ગામમાં રહેતી વિધવા મહિલા બે બાળકો સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આ મહિલાએ ગામમાં આવેલ સહકારી મંડળીના ક્લાર્ક પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જે રૂપિયાની વ્યવસ્થા થઈ જતાં મહિલાએ પોતાની 17 વર્ષીય દીકરીને ગામની સહકારી મંડળીના કલાર્ક અશોક પટેલને રૂપિયા આપવા માટે મોકલી હતી. આ દરમિયાન આરોપી અશોક પટેલએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ સમગ્ર બનાવની જાણ સગીરાએ પરિવારને કરતા ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે ગણતરીની કલાકોમાં જ સહકારી મંડળીના ક્લાર્ક અશોક પટેલને ઝડપી લીધો હતો.
ઓલપાડ પોલીસ મથક ખાતે સગીરા સાથે છેડતી થયાની ફરિયાદ મળી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાના આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. -- સી. આર. જાદવ (PI, ઓલપાડ પોલીસ)