નર્મદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો. કે.એન. ચાવડાની કરાઈ નિમણૂક - Chancellor of Narmad University - CHANCELLOR OF NARMAD UNIVERSITY
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2024, 10:15 PM IST
સુરત: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે આજે ઈન્ચાર્જ કુલપતિ કે.એન.ચાવડાની જ ફેર નિમણુંક કરી નિયમિત કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવાનો હુકમ ગુજરાત ગર્વમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષ સુધી નિયમિત કુલપતિ તરીકે અને પાછલા 4 મહિનાથી ઇન્ચાર્જ કુલપતિની જવાબદારી નિભાવી રહેલા અમરોલી કોલેજનાં આચાર્ય કિશોરસિંહ નટવરસિંહ ચાવડાની વધુ એક વખત પસંદગી કરીને રાજય સરકારે તેમને આગામી 5 વર્ષ માટેનાં કુલપતિ તરીકેની જવાબદારી સોંપવાનો સત્તાવાર હુકમ કરતા યુનિવર્સિટી વર્તુળમાં ફરી એક વખત ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. બારડોલી નજીકનાં માણેકપોર ગામના વતની, અને ખેડૂત પરિવારનાં કે.એન.ચાવડાની અધ્યાપક તરીકેની લાંબી કારકિર્દી અને પાછલા 3 વર્ષમાં તેમના દ્વારા કરવામાં આવેલી ખાસ કરીને ન્યુ એજ્યુકેશન પોલીસીનું રાજયમાં પ્રથમ પાલન કરનારી યુનિવર્સિટી, કોરાના કાળમાં પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી શિક્ષણ આપવામાં રાજયમાં અવ્વલ રહેવું સહિતની વિશેષ કાર્યશૈલીને ધ્યાનમાં રાખી રાજય સરકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં વહીવટની જવાબદારી કે.એન.ચાવડાને જ સોંપવાનું નક્કી કર્યું હતુ.