રાજકોટમાં કોલેરાનો વધુ એક કેસ ડિટેકટ થયો, આરોગ્ય વિભાગે ઘરે ઘરે સર્વેલન્સ હાથ ધર્યું - Cholera case reported in Rajkot
🎬 Watch Now: Feature Video
Published : Jul 9, 2024, 6:15 PM IST
રાજકોટ: જિલ્લામાં કોલેરાનો વઘુ એક કેસ નોંધાયો છે. જ્યારે ઉપલેટામાં 5 લોકોના કોલેરાથી મોત થયા છે, ત્યારે રાજકોટમાં વધારે 2 કેસો નોંધાયા છે. રાજકોટમાં 6 વર્ષના બાળકને કોલેરાના કેસ બાદ દોઢ વર્ષની બાળકીને કોલેરા થયો છે. રાજકોટના લોહનગર વિસ્તારમાં 1500ની વસ્તી છે. જેથી આરોગ્યની ટીમ દ્વારા લોહાનગરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં લોહનગરમાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્યની ટીમે લોકોના ઘરે ઘરે જઇને સર્વેલન્સ હાથ ધર્યુ હતું અને આરોગ્ય ટીમે લોકો કોલેરાથી સાવધાન રહે તે માટે અપીલ પણ કરી છે. કોલેરાનો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સતત આ વિસ્તારમાં કામગીરી કરી રહ્યું છે. લોકો કોલેરાના શિકાર ન બને એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.