અમીરગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બે કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો - RAIN IN BANASKANTHA - RAIN IN BANASKANTHA
🎬 Watch Now: Feature Video
Published : Aug 13, 2024, 3:18 PM IST
બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢમાં લાંબા વિરામ બાદ બે કલાકમાં અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જો કે ચોમાસુ પાકને જીવતદાન મળતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયો હતો અને ખેડૂતો વરસાદની રાહ જોતા હતા. જોકે આજે વહેલી સવારથી જ અમીરગઢ તાલુકાનું વાતાવરણ બદલાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. 2 કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ અમીરગઢ તાલુકામાં ખાબક્યો છે. જોકે અડધો ઓગસ્ટ મહિનો પસાર થયા બાદ જિલ્લામાં હજુ સિઝનનો પૂરો વરસાદ થયો નથી. અમીરગઢ તાલુકામાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ માર્ગ પર પાણી રેલાયા છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.