ચૈત્રી નવરાત્રીના મહાપર્વ પર અંબિકા નિકેતન મંદિરમાં મા જગદંબાને સુંદર શૃંગાર કરાયો - Chaitr Navratri 2024
🎬 Watch Now: Feature Video
સુરત: આજથી હિન્દુ નવ વર્ષ અને ચૈત્રી નવરાત્રી નો શુભારંભ થતાં માં જગદંબાના મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આજે સુદ એકમ ચૈત્રી નવરાત્રીનો પર્વ છે ત્યારે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તાર ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રીના મહાપર્વ પર દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહો જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના મહાપર્વને લઇ નવ દિવસ સુધી મંદિરમાં અલગ અલગ પ્રકારે માતાજીનો શ્રીંગાર કરવામાં આવશે. સાથે હવન યજ્ઞ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. આ મંદિરમાં માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાત સહિત અન્ય રાજ્યોથી ભાવીભક્તો દર્શન માટે આવતા હોય છે. ચૈત્રી નવરાત્રીના મહાપર્વને ધ્યાનમાં રાખી દેવી ભગવતીને સુંદર શૃંગાર કરવામાં આવ્યો છે.