147મી રથયાત્રા નિમિત્તે પોલીસ બંદોબસ્ત સંદર્ભે કરાઈ ફાળવણી - 147th Rath Yatra of Lord Jagannath

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 5:27 PM IST

thumbnail
147મી રથયાત્રા નિમિત્તે પોલીસ બંદોબસ્ત સંદર્ભે કરાઈ ફાળવણી (ETV Bharat Gujarat)

અમદાવાદ: 7મી જુલાઈના રોજ નીકળનારી 147મી ભવ્ય રથયાત્રા માટે અમદાવાદ શહેરમાં કુલ 23,600 પોલીસ અધિકારી સહિત અન્ય પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ જનરલ, અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સંવર્ગના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 9 અધિકારી સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. ઉપરાંત, 16 નાયબ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સહિતના કુલ 28 અધિકારી બંદોબસ્તમાં જોડાશે. ACP/DYSP કક્ષાના 89 અધિકારી, PI કક્ષાના 289, PSI કક્ષાના 630 અધિકારી સુરક્ષામાં રહેશે. તેમજ 12,600 પોલીસ કોન્સ્ટેબલ અને શહેરમાં એસઆરપીની તૈનાત 10 કંપની ઉપરાંત વધારાની 20 કંપની ફાળવાઇ છે. CAPFની 11 કંપની ફાળવાઇ છે, BDDSની 17 ટીમ, ચેતક કમાન્ડોની 3 ટીમ, આ ઉપરાંત શહેરની 15 QRT ટીમ, 15 સ્નીફર ડોગ્સ, 17 વજ્ર વાહન, 07 વોટર કેનન(વરુણ), 8 LATC વ્હીકલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ અને 11,000 અન્ય સહાયક દળના જવાનો કાર્યરત રહેશે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.