Ahmedabad Ats arrested mufti azhari: મુંબઈના કુખ્યાત મુફ્તી અઝહરીને ગુજરાત ATS અમદાવાદ લાવી, શું છે સમગ્ર મામલો જાણો... - અમદાવાદ પોલીસ
🎬 Watch Now: Feature Video
Published : Feb 5, 2024, 1:06 PM IST
અમદાવાદ: જૂનાગઢમાં એક કાર્યક્રમમાં દરમિયાન મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાંની સાથે જ જુનાગઢ પોલીસ હરકતમાં આવી હતી. જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. આ મામલે ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ સંયુક્ત કાર્યવાહી કરીને મુફ્તી સલમાન અઝહરીને મુંબઈના ઘાટકોપરથી ઝડપી પાડ્યો છે. મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે અને અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવશે અને આગળની કાર્યવાહી સહિત પુછપરછ કરાશે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત ATS દ્વારા રવિવારે (4 ફેબ્રુઆરી) સાંજે મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી અને મુંબઈની એક કોર્ટે સાંજે જ તેના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી ગુજરાત ATS આરોપીને લઈને ગુજરાત લઈ વવા માટે રવાના થઈ છે.