"એક સાથે બાર જ્યોતિર્લીંગના દર્શન" સોમનાથ મહાદેવને અનોખો શૃગાંર - Shravan 2024 - SHRAVAN 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 21, 2024, 8:26 AM IST
ગીર સોમનાથ : પવિત્ર શ્રાવણ માસ ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. 30 દિવસ સોમનાથ મહાદેવને અલગ અલગ શણગારથી શોભાયમાન કરવામાં આવી રહ્યા છે. સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગનો શણગાર કરવામાં આવ્યો હતો. ભારતમાં બિરાજમાન તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સાથે સોમનાથ મહાદેવમાં કરીને શિવભક્તો ધન્ય બન્યા હતા. બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે સમગ્ર ભારતમાં અંદાજે સાડા બાર હજાર કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. ત્યારે તમામ જ્યોતિર્લિંગના એક સાથે દર્શન સોમનાથ મહાદેવમાં થઈ રહ્યા છે. સનાતન ધર્મની માન્યતા અનુસાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પ્રત્યેક શિવભક્ત મોક્ષ પ્રાપ્ત કરે છે. વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીને શિવભક્તોએ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરીને ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.