પોરબંદર પંથકમાં હવામાન વિભાગ મુજબ નહિવત વરસાદ, ધમાકેદાર વરસાદની રાહ જોતા લોકો - RAIN IN PORBANDAR - RAIN IN PORBANDAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 10:49 AM IST

પોરબંદર: ગુજરાતમાં ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા. હવે પોરબંદર જિલ્લામાં બપોરના સમયે વાદળછાયુ વાતાવરણ બંધાતા પોરબંદરની આસપાસના ગામડાઓ ખાગેશ્રી, બોરવાવ, બગવદર આસપાસ વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે પોરબંદર શહેરમાં બપોરથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પરંતુ સાંજ સુધી વરસાદનું એક ટીપું પણ ન પડતા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. હવામાન વિભાગના આંકડા મુજબ પોરબંદર જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો હોવાનું ઓન પેપરમાં દર્શાવ્યુ છે અને લોકો આભમાં જોઈને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે વરસાદ પડશે ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લાના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા પણ પોરબંદર જિલ્લામાં વરસાદની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.