દારૂબંધી વચ્ચે દારૂ વેચતા બાળકનો વિડીયો વાયરલ - Viral video - VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 5:06 PM IST
|Updated : Jun 14, 2024, 2:39 PM IST
ખેડા: ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂબંધીના લીરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે. દારૂ વેચતા એક બાળકનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થવા પામ્યો છે. આ વિડીયો ઈન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના બળેવીયા ગામનો હોવાની માહિતિ મળી રહી છે. જે વિડીયોમાં રૂપિયા લઈ એક બાળક દારૂની બોટલ આપતો હોવાનું દ્રશ્ય જોઈ શકાય છે. જે દ્રશ્ય ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી રહ્યું છે. બળેવીયા ગામનો ઈશ્વર પરમાર નામનો બુટલેગર માસુમ બાળક પાસે દારૂ વેચાવતો હોવાનો આ વિડીયો હોવાની વિગતો મળી રહી છે. ઈટીવી ભારત વિડીયોની પુષ્ટિ કરતુ નથી.
રૂપિયા લઈ દારૂની બોટલ વેચતું બાળક: વાયરલ વિડીયોમાં જે દ્રશ્ય સામે આવ્યું છે તે ગુજરાતની કહેવાતી દારૂબંધી અંગે ઘણું કહી જાય છે. આ દ્રશ્ય ગુજરાતની દારૂબંધીની પોલ ખોલે છે. માસુમ બાળક દારૂનું વેચાણ કરતું હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. એક બાઈક ચાલક રૂપિયા લઇને આવતા બાળક તેની પાસેથી રૂપિયા લઇ દારૂની બોટલ આપી રહ્યું છે. જે દ્રશ્ય વિડીયોમાં કેદ થયેલુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ત્યાંથી થોડી દૂર મહિલા સહિત કેટલાક લોકો બેઠા છે અને તેઓ પણ દારૂનું વેચાણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ બાળક ઈશ્વર પરમાર નામના બુટલેગરના દારૂનું વેચાણ કરે છે. તેમજ ત્યાં બેઠેલી મહિલા છે તે તેની બહેન અને સાથેના લોકો તેના સાગરીતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ પોલિસ વિભાગ દ્વારા તેની તપાસ કરાય છે કે કેમ અને વધુ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ઈટીવી ભારત વાયરલ વિડીયોની પુષ્ટિ કરતુ નથી.C
વિસ્તારમાં બુટલેગરો બન્યા છે બેખૌફ: માહિતિ મુજબ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા કેટલાક ગામોમાં ખેતરોમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ધમધમે છે. અહી બેરોકટોક રીતે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. સાથે જ ગળતેશ્વર તાલુકામાં બુટલેગરો બેખૌફ બન્યા હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે બળેવીયા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેતરમાં જાહેરમાં નાના મોટા બાળકો, મહિલાઓ સહિતના લોકો દ્વારા ખુલ્લામાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો મળી રહી છે.