કાંકરેજના ઉણ નજીકથી ગેરકાયદેસર યુરિયા ભરેલ ટ્રક ઝડપાયો, એલસીબી પોલીસે ટ્રક ડ્રાઈવરને કબજે કર્યો... - Illegal urea seized in Banaskantha - ILLEGAL UREA SEIZED IN BANASKANTHA
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 4:35 PM IST
બનાસકાંઠા: જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉણ ગામ નજીકથી એલસીબી પોલીસે એક બિન કાયદેસર યુરિયા ખાતર ભરેલું આઇસર ટ્રક ઝડપી પડ્યું છે. જેમાં પોલીસ ઉણ પાંજરાપોળ પાસે વોચમાં હતા તે સમયે આઇસર ટ્રકને રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી બિન કાયદેસર યુરિયા ખાતર મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 12,49,000 છે. આ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ટ્રકની તપાસ કરતા તેમાંથી યુરિયા ખાતરના નંગ 300 કટ્ટા જેટલા મળી આવ્યા હતા જેની રૂ 5,74,249 કિમંત છે. આ આઇસર ટ્રકનો ડ્રાઇવર ભલાભાઇ પરાગભાઈ ચૌધરી પાસેથી યુરિયા ખાતરના કાગડો ન મળી આવતા એલસીબી પોલીસે 12,49,249 કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ગેરકાયદેસર યુરિયાની વધુ તપાસ પોલસ દ્વારા કરવામાં આવી રહી છે.