Lok Sabha 2024: કચ્છ લોકસભા બેઠક માટે કુલ 19,35,338 મતદારો, 2139 મતદાન મથકો પર કરશે મતદાન - કચ્છ લોકસભા બેઠક
🎬 Watch Now: Feature Video
Published : Mar 17, 2024, 2:08 PM IST
કચ્છ: લોકસભા બેઠક માટેની ચૂંટણી સબંધિત અને મતદાન સબંધિત માહિતી કચ્છ કલેકટર અમિત અરોરા દ્વારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે આપવામાં આવી હતી. કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળીને કુલ 19,35,338 મતદારો 7મી મેના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. જે પૈકી 18થી 19 વર્ષની ઉંમરના કચ્છના 37680 અને મોરબીના મળીને કુલ 43049 જેટલા યુવા મતદારો પ્રથમ વાર મતદાન કરશે. આ ચૂંટણી દરમિયાન કુલ 486 જેટલા સેવા મતદારો રહેશે અને 16,45,364 જેટલા મતદારો પાસે ઓળખકાર્ડ રહેશે. લોકસભા બેઠક ચુંટણી માટે કચ્છના 1844 અને મોરબીના 295 મળીને કુલ 2139 મતદાન મથકો પર થશે મતદારો મતદાન કરશે.
મતદાન માટે કુલ 2877 BU, 2521 CU અને 2735 VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કુલ 20 નોડલ ઓફિસર, 16632 સ્ટાફ ફરજ બજાવશે. તો આદર્શ આચારસંહિતા માટે 19 જેટલી ટીમો કાર્યરત રહેશે. કચ્છના 1844 મતદાન મથકો પૈકી 924 જેટલા મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. કચ્છ લોકસભા બેઠક માટે 42 જેટલા સખી પોલિંગ સ્ટેશન, 6 PWD પોલિંગ સ્ટેશન, 6 મોડેલ પોલિંગ સ્ટેશન, 1 યુથ પોલિંગ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. 85 વર્ષથી વધુ વયના 14427 મતદારો, PWD ફ્લેગ કરેલા 13,100 મતદારો મળી કુલ 27,527 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.