મઉ ગામની વાડીમાં વીજતાર તૂટી પડતા આગ ફાટી નીકળી, ખેડૂતોએ આપી નુકસાનીની યાદી - A terrible fire in a wadi in Kutch - A TERRIBLE FIRE IN A WADI IN KUTCH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 1:14 PM IST

કચ્છ: માંડવી તાલુકાના મઉ ગામની વાડીમાં વિજતાર તૂટી પડતા આગ ફાટી નીકળી હતી અને વાડીમાં આગ લાગતા ઝાડ અને પાકને ભારી નુકસાન થયું છે. આજે બપોરના 12 વાગે  વાડી ઉપરથી પસાર થતાં વીજતાર તૂટી પડતા આગ લાગી હતી. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં, પરંતુ નિષ્ફળ જતા સ્થાનિક ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 7 થી 8 જેટલા ખેડૂતોની વાડીમાં આગ લાગી હતી જેના પરિણામે આંબા,ખારેક, નાળિયેર સહિતના વૃક્ષો બળીને ખાક થયા હતા. આગ વધારે પ્રસરી હતી ત્યાં ખૂબ જ જંગલી ઝાડી આવેલ હતી જેના કારણે નાની આગ ભારે પવનના કારણે મોટી આગમાં ફેલાયેલ હતી. વાડી વિસ્તારમાં લાગેલી આગના કારણે મઉ વિસ્તારના સાતથી આઠ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. સૌપ્રથમ પરસોતમ પ્રેમજી ભાનુશાલીની વાડીમાં આગ લાગી હતી અને ત્યાર બાદ અન્ય ખેડૂતોની વાડીમાં પણ આગ લાગી હતી. આખરે 8 થી 9 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુ આવી હતી.

ખેડૂતોની વાડીમાં થયેલ નુકસાન:

1) પરષોત્તમ પ્રેમજી ભાનુશાલીની વાડી : વીજતાર વાડીમાં તૂટીને પડતાં સૌ પ્રથમ પરષોત્તમભાઈની વાડીમાં આગ લગવાનું શરૂ થયું હતું. આ આગના કારણેના કારણે 700 ફૂટના 4 HDPE પાઇપને થયું નુકશાન, ખારેકના 25 ઝાડ, મોટી નાળિયેરીના 7 ઝાડ, નાળિયેરીના 150 રોપાં, 50 ફૂટની ડ્રિપ ફીટીંગને નુક્શાન થયું છે. 

2) કસ્તુરબેન નરેશભાઈ ભાનુશાલી : પરષોત્તમભાઈની વાડીમાં આગ લાગ્યા બાદ કસ્તૂરબેનની વાડીમાં આગના કારને આંબાના 10 ઝાડ, મોટી નાળિયેરીના 5 ઝાડ, નાની નાળિયેરીના 5 ઝાડને ગંભીર નુકશાન થયું છે. 

3) નવીન રણછોડ ભાનુશાલી : આમની વાડીમાં પણ આંબાના 12 ઝાડ, મોટી નાળિયેરીના 5 ઝાડ અને નાની નાળિયેરીના 5 ઝાડ બડી ગયા છે. આ ઉપરાંત ભાનુશાલી વેલજી પ્રેમજીની વાડીમાં પણ આ આગ ફેલાતા 400 ફૂટ નો એક HDPE પાઇપ અને મોટી ખારેકના 30 ઝાડને નુકશાન પહોંચ્યું છે.  

4) લક્ષ્મીદાસ ખીમજીની વાડી : આંબાના 20 ઝાડ, ખારેકના 5 ઝાડ, મોટી નાળિયેરીના 5 ઝાડ અને 1000 કિલો ગાયનો ચારો બળીને ખાક થઈ ગયા છે. સાથે જેઠાલાલ જાદવજીની વાદીના આંબાના 9 ઝાડ અને મોટી નાળિયેરીના 9 ઝાડ આગના કારણે બળી ગયા છે. બચુભાઈ શાંતિલાલના આંબાના 10 ઝાડને નુકશાન થયું છે. 

5) રામજીભાઈ શંભુલાલ ભાનુશાલી : વાડીમાં સૌથી વધુ નુકશાન થતાં આંબાના 30 ઝાડ, નાળિયેરીના 40 રોપા, મોટી નાળિયેરીના 10 ઝાડ, લીંબુના 25 રોપા,ખારેકના 6 ઝાડ, ડ્રિપના 10 બંડલ,અને  ડ્રિપના 4 એરવાલ્વ આગના કારણે નુકશાનમાં પામ્યા છે. 

  1. તાપીના ગોલણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક શ્રમિકનું મોત, 2 ઘાયલ - water tank slab collapsed
  2. બણભા ડુંગર ખાતે ઉજવાયો પિલવણી ઉત્સવ, મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા - Pilavani Festival

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.