જી જી હોસ્પિટલના OPD વિભાગમાં રીક્ષા લઈ ચાલક ઘૂસ્યો અને મચી દોડધામ...જુઓ CCTV - rickshaw driver entered the GG hospital - RICKSHAW DRIVER ENTERED THE GG HOSPITAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 7:59 PM IST

જામનગર: શહેરની જી જી હોસ્પિટલમાં ઓપીડી સુધી રીક્ષા ઘૂસી જતા નાસભાગ મચી હતી. એકાએક રીક્ષા અંદર આવી ચડતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા સંબંધીઓ ચોકી ગયા હતા. રીક્ષામાં દર્દીને લઈ ચાલક ઓપીડીમાં આવી ચડયો હતો દરમ્યાન સિક્યુરિટી ગાર્ડ દ્વારા રિક્ષાને અટકાવવામાં આવતા હાથાપાઈ થઈ હતી. આ સમગ્ર ઘટના CCTV મા કેદ થઈ છે. આ બનાવમાં રીક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલના ડીન નંદિની દેસાઈએ નિવેદન આપ્યું છે કે ,સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફરજમાં બેદરકારી સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવાશે. જામનગરની સીજી હોસ્પિટલ હમેશા વિવાદોમાં રહે છે. થોડા સમયે પહેલા રખડતા ઢોર હોસ્પિટલમાં આટા ફેરા કરતા હતા તો કુતરાઓનો આંતક પણ સામે આવ્યો હતો. જોકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની સર્વિસ શરૂ કરાય છે અને સિક્યુરિટી ગાર્ડ સામે પણ પગલાં લેવાય તેવી શક્યતા છે. હોસ્પિટલમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ પરત નિભાવે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.