શું તમે રોંગ સાઈડ પર વાહન ચલાવો છો તો ચેતી જજો... - Ahmedabad traffic police
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 5:14 PM IST
અમદાવાદ: અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈને શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ પર ચાલતા વાહન માટે એક ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. આ ડ્રાઇવ આવતીકાલથી 30 જૂન સુધી ચલાવવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે મળીને ડ્રાઇવ શરુ કરવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને દંડ કરવામાં આવશે નહિં પરંતુ વાહન ચાલકને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોધવામાં આવશે. આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.
ટ્રાફિક જેસીપી એન.એન ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઇવ યોજવામાં આવશે. આ ડ્રાઇવ શહેરના એસ.જી હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઇવ યોજાશે. ડ્રાઇવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.