કચ્છની લાખેણી ભેંસ, 'ઓઢણ' નામની ભેંસ 7.11 લાખમાં વેચાઈ - THE BUFFALO SOLD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 12:21 PM IST

Updated : Sep 3, 2024, 2:12 PM IST

કચ્છ: સૂકો રણપ્રદેશ કહેવતો કચ્છ માટે અવાર-નવાર કહેવાતું હોય છે કચ્છડો મારે માસ કારણ કે અહીં અનેક ભૌગોલિક અને કુદરતી વિશેષતાઓ આવેલી છે. તો અહીંની બન્ની નસલની ભેંસોની કિંમત લાખોમાં હોય છે અને તેની માંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રહેતી હોય છે. આવી જ એક ભેંસે રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા સોનલનગરના મંગલદાન ગઢવીની માલિકીની બન્ની નસલની 'ઓઢણ' નામની ભેંસને ગાંધીનગરના ચંદ્રાલા ગામના પશુપાલક ગોવાભાઇ રબારી અને લાલાભાઇ રબારીએ ખરીદી છે. ગાંધીનગરના રબારી લોકોએ 7.11 લાખની ઉંચી કિંમત આપીને આ ભેંસ ખરીદી છે. ઓઢણ નામની આ ભેંસ 20 લિટરથી વધુ દૂધ આપે છે. સામાન્ય રીતે વધુ દૂધ આપતી ભેંસો 3થી 4 લાખ જેટલી કિંમતમાં વેંચાતી હોય છે. પરંતુ આટલી ઉંચી વિક્રમી કિંમતમાં આ વિસ્તારની ભેંસ વેંચાવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છના હોડકો ગામમાં અવારનવાર પશુમેળો યોજાતો હોય છે જેમાં કચ્છની બન્ની નસલની ભેંસ વિવિધ હરીફાઈઓ તેમજ વેંચાણ માટે પણ મૂકવામાં આવતી હોય છે. બન્ની નસલની ભેંસો ખુબજ સ્વસ્થ હોવાથી તેની માંગ વધારે રહેતી હોય છે જેથી તેના ભાવ પણ ઊંચા રહેતા હોય છે. કચ્છના માલધારીની ભેંસ 7 લાખથી વધુમાં વેચાતા કચ્છના માલધારીઓ માટે ગૌરવની વાત છે.

Last Updated : Sep 3, 2024, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.