ખેડામાં 92 વર્ષના બાએ મતદાન કરીને સૌને મતદાન કરવા અનોખી પ્રેરણા આપી - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 5:52 PM IST
ખેડા: આજે લોકસભાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે.ત્યારે મતદારો લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશમાં લોકશાહી જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે નડીયાદ ખાતે 92 વર્ષના બાએ મતદાન મથકે પહોંચીને વ્હીલચેરના સહારે મતદાન કરી એક નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. તેમણે લોકોને મતદાન કરવા પ્રેરણા પુરી પાડવા સાથે જ મતદાન કરવા સૌને અપીલ કરી હતી. નડીયાદ ખાતે રહેતા 92 વર્ષના સિનિયર સિટીઝન શારદાબેન શાહ મત આપવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા.મત આપી તેમણે સૌને મતદાન કરવા અનોખી પ્રેરણા પુરી પાડી હતી.