7 વર્ષનો બાળક ગેલેરીમાં રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત નીપજ્યું - child died falling from third floor
🎬 Watch Now: Feature Video
Published : Aug 5, 2024, 10:03 PM IST
સુરત: ઓલપાડના ઉમરા ગામે એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીમાં રમી રહેલ 7 વર્ષનો બાળક નીચે પટકાયો અને ગંભીર ઈજાઓના કારણે ટુંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉમરા ગામે આવેલ રુદ્રાક્ષ એપારમેન્ટ રહેતા મનોજ કુમાર ભ્રમદેવ મહતો જેઓ મૂળ બિહાર રાજ્યના છે. તેઓનો સાત વર્ષનો બાળક પ્રતીક મનોજ કુમાર મહતો જે ઘરની ગેલેરિમાં રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહી ટુંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. 7 વર્ષીય બાળકના મોતના સમાચાર સાંભળી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.