મનપાના સ્વિમિંગ પુલની ઓફિસમાં દારૂની મહેફિલ માણનાર 3 કર્મચારી સસ્પેન્ડ, ચીફ ઇન્ચાર્જ સામે કોઈ પગલાં નહીં ? - Surat Municipal Crime - SURAT MUNICIPAL CRIME
🎬 Watch Now: Feature Video
Published : Jun 23, 2024, 1:02 PM IST
સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફીલ ઉજાગર થવાના મુદ્દે પાલિકાના મહેકમ શાખા ડેપ્યુટી કમિશનર બોઘાયતાએ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર તેજસકુમાર ધનસુખભાઈ ખલાસી, પીનેશ નરેન્દ્રભાઈ સારંગ અને અજયકુમાર રમેશભાઈ સેલરને તત્કાલ ફરજ મોકુફી હેઠળ મૂકી ખાતાકીય તપાસનો આદેશ કર્યો છે. જ્યારે સંજય કુમુદચંદ્ર ભગવાગર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર કરાર આધારિત ફરજ બજાવતા હોવાથી તેમના કરારનો અંત લાવી તેમને ફરજમાંથી છૂટા કરાયા છે. બીજી તરફ સિંગણપોર સ્વિમિંગ પૂલના ચીફ ઇન્ચાર્જ પંકજ ગાંધી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેને બચાવી લેવાનો કારસો રચાયો છે.એક જ વર્ષની અંદર જ પંકજ ગાંધી રીટાયર થવાના છે, તેથી પગલાં ભરવામાં પાછી પાની કરાઈ હોવાની પણ ચર્ચા છે.