Ram Mandir cake: 20 કિલોની કેક રામ મંદિરના થીમ પર તૈયાર કરવામાં આવી, જુઓ વીડિયો - cake prepared on theme Ram Mandir
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 9:09 PM IST
સુરત: શહેરના સરસાણા વિસ્તાર ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ફૂડ એક્સ્પોમાં શહેરની એક બેકરી દ્વારા અયોધ્યા રામ મંદિરના થીમ પર કેક તૈયાર કરવામાં આવી છે. 20 કિલોની કેક રામ મંદિરના થીમ પર તૈયાર કરવામાં આવી છે જેને જોઈ લોકો સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. બેકરીમાં ફ્રેંચાઈઝી ડેવલપર તરીકે કામ કરતા વિરલએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ જાણે છે કે છેલ્લા 500 વર્ષથી રામલલાની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા જે સ્વપ્ન દરેક વ્યક્તિએ જોયું હતું. મૂર્તિ પ્રતિષ્ઠાનું જે સપનું જોયું હતું તે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યું છે અને તેમાં ભારતની પબ્લિકનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો છે તો તેના અનુસંધાને અમારી બેકરીનું પણ તેમાં શું યોગદાન રહે તો એના માટે અમે એક 20 કિલોની સ્પેશિયલ રામ મંદિર અમે કેક ડિઝાઇન કરી છે. કેક બનાવવા માટે ચારથી પાંચ દિવસનો સમય લાગ્યો છે અને પાંચ જે અમારા વર્કરો છે તેમણે 24 કલાકની મહેનતની કેક બનાવી છે. અમે ગરીબ બાળકોને આપીશું.