વડોદરામાં વાવાઝોડા જેવો વરસાદ, ભારે પવન ફૂંકાતા વૃક્ષ નીચે દબાવવાથી 2 લોકોના મોત - 2 people died due to falling trees - 2 PEOPLE DIED DUE TO FALLING TREES
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2024, 3:03 PM IST
વડોદરા: શહેરમાં સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ધોધમાર 110 કિમી ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ધોધમાર વરસાદ પડ્યો હતો અને નીચલા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. છેલ્લા 2 દિવસથી સાંજે 6 વાગ્યાની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થતો હોય છે. પરંતુ સાંજના સુધારે વાવાઝોડા - કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખું કેબીન ઉડીને દૂર ફેંકાઈ ગયું ગયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 110 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને 150થી વધુ સ્થળોએ ઝાડ અને 10થી વધુ સ્થળે હોર્ડિંગ્સ પડ્યા હતા. કેટલાક સ્થળે વિજ થાંભલા પણ પડ્યા હતાં.ગઈકાલે સાંજે વડોદરામાં 110 કિમીની ઝડપે વાવાઝોડું ફુંકાયું હતું.જેમાં જાણવા મળતી માહિતી મુજબ નાગરવાડામાં વડનું ઝાડ પડતા 2 લોકો દબાયા હતા જેમાં 2 વ્યક્તિઓના વરસાદના કારણે મોત થયા હતા.