પાલનપુરમાં મોહરમનો તહેવાર ઉજવાયો, સરકારી તાજીયા સાથે નાનામોટા 19 તાજીયા નીકળ્યા - Muslims celebrated Muharram - MUSLIMS CELEBRATED MUHARRAM
🎬 Watch Now: Feature Video
Published : Jul 17, 2024, 10:51 PM IST
બનાસકાંઠા: પાલનપુરમાં મહોરમના તહેવાર નિમિત્તે તાજિયા ઝુલુસ નીકળ્યા હતા. પોલીસ મંજૂરી સાથે નાના મોટા 19 જેટલા તાજિયા કાઢવામાં આવ્યા હતા. શહેરના ત્રણબત્તી, નાની બજાર, ખારાવાસ ભક્તોની લીંબડી, સાત સંચા, કમાલપુરા, જનતાનગર સહિતના વિસ્તારમાં તાજિયા સંચાલકોએ તાજિયા બનાવી ઝુલુસ નિકાળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો અને આગેવાનો જોડાયા હતા. વર્ષોથી પાલનપુરમાં ત્રણબત્તીથી હુસેની ચોક નાની બજાર થઈ કમાલપુરા ચોકમાં તાજ્યિાના ઝુલુસ પહોંચે છે તેમજ જનતાનગર અને ભક્તોની લીમડી સહિત અન્ય વિસ્તારોના તાજિયા ઝુલુસ પણ અહીંયા પહોંચે છે. તમામ અહીંયા ભેગા થઈ તાજિયા ઠંડા કરી સમાપન કરવામાં આવે છે. ત્યારે આજે પણ મહોરમના તાજિયાને ઠંડા કરી કમાલપુરા ચોકમાં સમાપન કરાયું હતુ.