ધોરણ 12 પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઝૂમીને ગરબા કરતા નજરે પડ્યા - 12th science board result - 12TH SCIENCE BOARD RESULT
🎬 Watch Now: Feature Video
Published : May 9, 2024, 12:44 PM IST
સુરત : આજે ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટ નું પરિણામ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડ બ્રેક છે આ જ કારણ છે કે સુરતમાં તમામ બોર્ડના વિદ્યાર્થીઓ પરિણામ જોઈ આટલી હદે ખુશ થયા કે તેઓ પોતાને ગરબા કરતા રોકી શક્યા નહોતા. પરિણામ આવતા જ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી એટલું જ નહીં ગરબા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ વખતે વિદ્યાર્થીઓને આશા હતી કે પરિણામ સારું આવશે. સારું પરિણામ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. એકબીજાને અભિનંદન પાઠવતા ઉજવણી કરી હતી. સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં સામન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિધ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો.