સુરત એરપોર્ટ પરથી પકડાયેલ 1.23 લાખ ડોલર કોના ? ઈન્કમ ટેક્સ અને ઈડી સહિતની એજન્સી લાગી તપાસમાં - Dollars caught at the airport
🎬 Watch Now: Feature Video
સુરત: સુરતથી દુબઈ જતી ફ્લાઈટ મારફતે ડોલરની ફેરફેરી થવી બાબત સામે આવી હતી. જ્યાં એટપોર્ટ પરથી 1.23 લાખ ડોલર કે જેની ભારતીય ચલણમાં 1.48 કરોડની કિંમત થાય છે એ મળી આવ્યા હતા. હવે આ કેસમાં આગામી દિવસોમાં ઈન્કમટેક્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. જેમાં રોકડ રકમ લઈ જતા ત્રણ યુવાનો પાસે આટલી માત્રામાં રોકડ કેવી રીતે આવી? આ નાણાંનો સ્ત્રોત શું છે? તમામ બાબતોની તપાસ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. ઉપરાંત હવાલાથી નાણાં વિદેશ મોકલવાનું આખું રેકેટ હોવાની પણ શક્યતા છે જેથી ઇડી દ્વારા પણ તેની તપાસ કરાશે. જોકે હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ અન્ય એજન્સી તપાસમાં જોડાય તેવી વિગતો જાણવા મળી છે.