ETV Bharat / state

રાજકોટ AIIMS માં ઝીકા વાયરસનું ટેસ્ટિંગ થશે, માત્ર 1 દિવસમાં મળશે રિપોર્ટ - Zika virus

ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સમાં ઝીકા વાયરસના ટેસ્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે. હવે ICMR દ્વારા ઝીકા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ કરવા રાજકોટ એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે.

ઝીકા વાયરસનું ટેસ્ટિંગ થશે
ઝીકા વાયરસનું ટેસ્ટિંગ થશે (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 11:05 AM IST

રાજકોટ : ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સમાં ઝીકા વાયરસના ટેસ્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે. હવે ICMR દ્વારા ઝીકા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ કરવા રાજકોટ એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ AIIMS માં ઝીકા વાયરસનું ટેસ્ટિંગ : અગાઉ ઝીકા વાયરસનું ટેસ્ટિંગ કરવા સેમ્પલ પુણે મોકલવામાં આવતું હતું. જેના રિપોર્ટ આવતા પણ સમય લાગી જતો હતો. જોકે, સૌરાષ્ટ્રના લોકો માટે ઘરઆંગણે ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. હવેથી રાજકોટ AIIMS માં ઝીકા વાયરસનું ટેસ્ટિંગ થશે. અગાઉ પુણેથી રિપોર્ટ આવતા 15 દિવસ તો ક્યારેક મહિનાની વાર લાગતી હતી, પણ હવે એક જ દિવસમાં રિપોર્ટ મળી જશે.

રાજકોટ AIIMS માં ઝીકા વાયરસનું ટેસ્ટિંગ થશે (ETV Bharat Reporter)

ICMR દ્વારા મળી મંજૂરી : આ અંગે AIIMS રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી HOD અને રાજકોટ AIIMS રિસર્ચ ડીન ડો. અશ્વિની અગ્રવાલે જણાવ્યું કે, રાજકોટ એઇમ્સ દ્વારા ICMR પાસે માગણી કરવામાં આવી હતી કે, એઇમ્સ ઝીકા વાયરસનું ટેસ્ટિંગ કરવા માટે સક્ષમ છે, તો આ માટે મંજૂરી આપવા વિનંતી. જે માંગને માન્ય રાખીને રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ટેસ્ટિંગ માટે અમદાવાદ કે પુણે સુધી સેમ્પલ મોકલવા ન પડે તેનું ધ્યાન રાખીને મંજૂરી આપવામાં આવી છે.

માત્ર એક દિવસમાં મળશે રિપોર્ટ : રાજકોટ એઈમ્સને ઝીકા વાયરસની ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ હાલ ટેસ્ટિંગ માટે કીટ મંગાવી લેવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ ટેસ્ટિંગ થયું નથી. પરંતુ હવે રાજકોટ કે સૌરાષ્ટ્રના કોઈ દર્દીને લક્ષણો જણાય તો તેમનું સેમ્પલ રાજકોટ એઇમ્સ ખાતે પરીક્ષણમાં મોકલી રિપોર્ટ મેળવી શકાશે.

ઝીકા વાયરસ શું છે ?

આ રોગ મોટાભાગે સગર્ભા મહિલાઓને થતો હોય છે, માટે કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે. ઝીકા વાયરસ એડીસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. જેમાં એડીસ મચ્છર આપણા કોષનો ઉપયોગ કરીને તેના પરિવારમાં વધારો કરે છે. આ રીતે સમજો કે આ વાયરસ આપણા ઘરમાં રહીને અને આપણું ભોજન ખાઈને પોતાના પરિવારનો વિસ્તાર કરે છે.

આ રોગની મોટી મુશ્કેલી એ છે કે, મોટાભાગના ચેપગ્રસ્ત લોકોને ખબર નથી હોતી કે, તે ઝિકા વાયરસથી સંક્રમિત છે. હકિકતમાં ઝીકા વાયરસના લક્ષણો ખૂબ જ હળવા હોય છે. આમ છતાં તે સગર્ભાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ વાયરસને કારણે ગર્ભમાં રહેલા બાળકનું મગજ સંપૂર્ણ રીતે વિકસિત થતું નથી.

  1. રાજકોટ AIIMS IPD વિભાગનું પીએમ મોદી કરશે લોકાર્પણ, શું સુવિધાઓ મળશે
  2. રાજકોટ AIIMS સુધી પહોંચવું થશે સરળ, ST વિભાગ શરૂ કરશે બસ સેવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.