ETV Bharat / state

2024માં AMCના 10 મહત્વના નિર્ણયો, અમદાવાદ શહેરની કાયાપલટના કાર્યોની તવારીખ - AHMEDABAD MUNICIPAL CORPORATION

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25માં લેવાયેલા અગત્યના 10 નિર્ણયોની વાત કરવામાં આવે આ વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતાં.

2024માં AMCના 10 મહત્વના નિર્ણયો
2024માં AMCના 10 મહત્વના નિર્ણયો (Etv Bharat Gujarat Graphics team)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 2:37 PM IST

Updated : Dec 18, 2024, 11:34 AM IST

અમદાવાદ:વર્ષ 2024ની વિદાઈ થઈ રહી છે, ત્યારે પ્રગતિશીલ ગુજરાતમાં આ વર્ષે વિકાસના ઘણા કાર્યો થયાં છે, અહીં આપણે વાત કરી રહ્યાં છે. વિતી રહેલા વર્ષ 2024ના વર્ષ દરમિયાન મહાનગર અમદાવાદમાં થયેલા વિકાસ કાર્યોની અને AMCના 10 મોટા નિર્ણયોની..

આમ તો વર્ષ 2024 દરમિયાન અમદાવાદમાં અનેક વિકાસના કાર્યો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતના અને પ્રજાની સુખાકારીના કાર્યોના નિર્ણય લેવામાં આવ્યાં હતાં. એક સમયે અમદાવાદમાં દોડતી મુંબઈ અને કલકત્તાની જેમ ડબલ ડેકર બસ હોય કે, શહેરમાં નવીનીકરણ હોય તમામ ક્ષેત્રે સુવિધા સાથે વિકાસની ઝલક ઉડીને આંખે વળગી હતી.

અમદાવાદ શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત
અમદાવાદ શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત (Etv Bharat Gujarat)

અમદાવાદ શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત

અમદાવાદ શહેરમાં વધુ એક નજરાણું ઉમેરાયું હોય એ પ્રકારે શહેરની અંદર ડબલ ડેકર બસ શરૂ કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. યુએસબી ચર્જિંગ, વાઇફાઇ , રિડીગ લાઇટ અને કન્ફર્ટ સીટ સહિતની સુવિધાઓ સાથે આ બસને અમદાવાદના રસ્તા પર દોડતી કરવામાં આવી હતી.

ભયજનક મકાન પડેને જાનહાની થાય તો એ સ્ટેટ અધિકારી જવાબદાર
ભયજનક મકાન પડેને જાનહાની થાય તો એ સ્ટેટ અધિકારી જવાબદાર (Etv Bharat Gujarat)

ભયજનક મકાન પડેને જાનહાની થાય તો એ સ્ટેટ અધિકારી જવાબદાર - મ્યુનિ. કમીશનર

ચોમાસા દરમિયાન ભયજનક મકાન પડી જાય તો જાનમાલના નુકસાનની શક્યતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે એક પરિપત્ર કરી એસ્ટેટ વિભાગને તમામ ભયજનક મકાનો ઉતરાઈ લેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો.જોકે, અગત્યની વાત એ છે કે, જો ચોમાસા દરમિયાન ભયજનક મકાન પડી જાય અને કોઈ જાન હાની થાય તો એસ્ટેટ ઓફિસરની જવાબદારી નક્કી કરવામાં આવશે તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં કેમિકલ વાળું પાણી ઉઠાવતી 258 ફેક્ટરીઓને સીલ કરવામાં આવી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં કેમિકલ વાળું પાણી ઉઠાવતી 258 ફેક્ટરીઓને સીલ કરવામાં આવી (Etv Bharat Gujarat)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ના આદેશથી ડીવાયએમસી કક્ષાના IAS અધિકારી મિહિર પટેલ દ્વારા ખુદ તપાસ હાથ ધરીને 258 જેટલી ફેક્ટ્રીઓને સિલ મારી દેવામાં આવી હતી. આ ફેક્ટ્રીઓ દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવતી હતી, ફેક્ટરી માંથી નીકળતું કેમિકલ વાળુ પાણી સીધું નદીમાં છોડવાનું ધ્યાને આવ્યા આ ફેકટ્રીઓને છેવટે સિલ મારવામાં આવી હતી.જોકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ વારંવાર સાબરમતી પ્રદૂષણ મુદ્દે ટકોર કરવામાં આવી છે અને મ્યુનિ.કૉર્પોરેશનનો ઉધડો લેવામાં આવ્યો છે.

માત્ર દસ વર્ષમાં કોઈને ફાળવ્યા વગર વટવા EWS મકાનો પાડવાનો નિર્ણય
માત્ર દસ વર્ષમાં કોઈને ફાળવ્યા વગર વટવા EWS મકાનો પાડવાનો નિર્ણય (Etv Bharat Gujarat)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં 15 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. મકાન બની ગયાના 15 વર્ષ સુધી કોઈને ફાળવણી ન કરવામાં આવતા મકાન અંતે જર્જરિત બની ગયા અને તેનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રીપોર્ટ નેગેટીવ આવતા તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ત્યારે કૉર્પોરેશન સામે કેટલાક સવાલો પણ ઉઠ્યા હતા કે આટલા વર્ષો સુધી મકાનો ફાળવવામાં કેમ ન આવ્યા ? હવે આ પડવા માટે ફરી ખર્ચ કરવામાં આવશે ?

AMCએ બનાવી દબાણ હટાવવા માટે સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ સ્ક્વૉડ
AMCએ બનાવી દબાણ હટાવવા માટે સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ સ્ક્વૉડ (Etv Bharat Gujarat)

શહેરમાં વધતા જતા દબાણના અને ટ્રાફિકના પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એન્ફોર્સમેન્ટ સ્કોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શહેરના 48 વોર્ડમાં સિક્યોરિટી બાઉન્સર અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે દરેક વોર્ડમાં એન્ફોર્સમેન્ટ ટીમની ગાડી ફાળવવામાં આવી હતી.પોલીસની PCR વાનની જેમ દરેક વોર્ડમાં જે રોડ ઉપર દબાણ થતા હોય ત્યાં પેટ્રોલિંગ કરવા અને જો રોડ ઉપર વાહન પાર્કિંગથી લઈ અન્ય દબાણ થયું હોય તો તેને દૂર માટે આ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી હતી.

AMCએ નવી સ્ટ્રીટવેન્ડર પોલિસી બનાવી,લાગુ કર્યા વગર ફરી વિચારણામાં મોકલાય
AMCએ નવી સ્ટ્રીટવેન્ડર પોલિસી બનાવી,લાગુ કર્યા વગર ફરી વિચારણામાં મોકલાય (Etv Bharat Gujarat)

AMCએ નવી સ્ટ્રીટવેન્ડર પોલિસી બનાવી,લાગુ કર્યા વગર ફરી વિચારણામાં મોકલાઈ

શહેરમાંથી દબાણ હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરી હતી.આ પોલિસીમાં રોડ પર ગરમ નાસ્તો બનાવનારા હવે ફેરિયાની વ્યાખ્યામાં નહીં આવે તે પ્રકારની જોગવાઇ કરવામાં આવી હતી. સાથે અલગ- અલગ પ્રકારના 3 વેડીંગ ઝોન બનાવવા માટેની પણ વાત આ નવી પોલિસી પ્રમાણે કરવામાં આવી હતી.જોકે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે એસ્ટેટ વિભાગ દ્વારા આ પોલિસી રજૂ કરવામાં આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પોલિસીને ફરી વિચારણા માટે મોકલી આપવામાં આવી હતી.

AMC ફૂડ ઈન્સ્પેક્ટરને બોડી વોર્ન કેમેરા લગાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો
AMC ફૂડ ઈન્સ્પેક્ટરને બોડી વોર્ન કેમેરા લગાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો (Etv Bharat Gujarat)

AMC ફૂડ ઈન્સ્પેક્ટરને બોડી વોર્ન કેમેરા લગાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ફૂડ ઈન્સ્પેક્ટરને બોડી વોર્ન કેમેરા લગાડવા માટેનો કૉર્પોરેશન દ્વારા નિણર્ય લેવામાં આવ્યો હતો.કેટલીક જગ્યાએ ફૂડ ઈન્સ્પેક્ટરની બેદરકારી તો કેટલીક જગ્યાઓ પર ચેકીંગ દરમિયાન સામેની વ્યક્તિ સહયોગ ન કરતી હોવાની ફરિયાદોની કોર્પોરેશન દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચાંદખેડામાં AMCનો સૌથી મોંઘો રૂ.520 કરોડનો પ્લોટ વેચાયો, જ્યાં બનશે દેશનો સૌથી મોટો લુલું મોલ
ચાંદખેડામાં AMCનો સૌથી મોંઘો રૂ.520 કરોડનો પ્લોટ વેચાયો, જ્યાં બનશે દેશનો સૌથી મોટો લુલું મોલ (Etv Bharat Gujarat)

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના 66,168 ચો.મી.ના પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટ 520 કરોડમાં લુલુ ગ્રુપને ફાળવવામાં આવ્યો હતો. લુલુ ગ્રુપ દ્વારા આ પ્લોટ પર 30 લાખ સ્ક્વેર ફૂટનો દેશનો સૌથી મોટો લુલુ મોલ બનાવવામાં આવશે. લુલુ ગ્રુપ દ્વારા આ મોલનું બાંધકામ આવતા વર્ષે શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

બે ઐતિહાસિક બ્રીજના નવીનીકરણનો નિર્ણય
બે ઐતિહાસિક બ્રીજના નવીનીકરણનો નિર્ણય (Etv Bharat Gujarat)

બે ઐતિહાસિક બ્રીજના નવીનીકરણનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં અમદાવાદ શહેરના બે ઐતિહાસિક બ્રિજ જેમાં સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજને નવો બનાવવા માટેની નિર્ણય લેવામાં આવ્યો હતો.કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટના કામની સાથે-સાથે જ કાલુપુર બ્રિજને તોડીને નવો ફોર લેન બ્રિજ બનાવવાનું કામ કરવામાં આવશે અને આ બ્રિજને અંદાજિત 2.5 થી 3 વર્ષમાં તૈયાર કરવામાં આવશે. આ બ્રિજ તોડીને હાલમાં છે તેનાથી ડબલ એટલે કે ફોર લેન અને સિક્સ લેન બ્રિજ બનાવવામાં આવશે, જેનાથી શહેરના આ વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યાનો પણ સુખદ અંત આવશે તેવી શક્યતાઓ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરની કાયાપલટના કાર્યોની તવારીખ
અમદાવાદ શહેરની કાયાપલટના કાર્યોની તવારીખ (Etv Bharat Gujarat)

રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવાયો

અમદાવાદ શહેરના પીપળજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્લાન્ટમાં દૈનિક ધોરણે 1 હજાર મેટ્રિક ટન કચરાના નિકાલ થકી કલાકની 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાની કેપિસીટી ધરાવે છે.આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના દ્વારા શહેરમાંથી રોજેરોજ ઉત્પન્ન થતા હજારો મેટ્રિક ટન ઘન કચરાના નિકાલ થકી ઊર્જા ઉત્પાદન અને શહેરની સ્વચ્છતા વધવાનો બેવડો ફાયદો થશે.

  1. વર્ષ 2024 થશે પૂર્ણ, ત્યારે આ વર્ષે આ 10 વિવાદોને લઇને AMC રહી ચર્ચામાં
  2. AMC ના વર્ગ 3-4ના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરવા મહારેલીનું કર્યું આયોજન

Last Updated : Dec 18, 2024, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.