ETV Bharat / state

વિશ્વ યોગ દિવસે ગર્ભવતી યોગ ખેલાડીએ કર્યા યોગ, ગર્ભવતી મહિલાઓએ કેવા આસન અને પ્રાણાયમ કરવા જોઈએ જાણો... - world yoga day 2024 - WORLD YOGA DAY 2024

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે દરેક લોકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી છે ત્યારે ભાવનગરની યોગ ખેલાડી હેતસ્વી સોમાણીએ પણ યોગ કરીને ઉજવણી કરી હતી. ગર્ભાવસ્થામાં હેતસ્વીએ યોગ કરીને ગર્ભવતી મહિલાઓને પ્રેરણા આપી છે., world yoga day 2024

વિશ્વ યોગ દિવસે ગર્ભવતી યોગ ખેલાડીએ કર્યા યોગ
વિશ્વ યોગ દિવસે ગર્ભવતી યોગ ખેલાડીએ કર્યા યોગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 6:26 PM IST

Updated : Jun 21, 2024, 7:53 PM IST

વિશ્વ યોગ દિવસે ગર્ભવતી યોગ ખેલાડીએ કર્યા યોગ (ETV Bharat Gujarat)

ભાવનગર: 21 મી જૂન એટલે વિશ્વ યોગ દિવસે દરેક સ્વસ્થ લોકોએ અને વૃદ્ધ લોકોએ યોગ કરીને આજના દિવસની ઉજવણી કરી છે. ત્યારે ભાવનગરની યોગ ખેલાડી અને મહર્ષિ એવોર્ડ મેળવનાર હેતસ્વી સોમાણી ગર્ભવતી હોવા છતાં પણ યોગ કરીને ગર્ભવતી મહિલાઓને એક સંદેશો પાઠવ્યો છે. જો કે ગર્ભવતી અવસ્થામાં કેવા પ્રકારના યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ તેનું માર્ગદર્શન પણ હેતસ્વીએ આપ્યું હતું.

ગર્ભવતી યોગ ખેલાડીએ કર્યા યોગ
ગર્ભવતી યોગ ખેલાડીએ કર્યા યોગ (ETV Bharat Gujarat)

યોગમાં ગોલ્ડમેડાલીસ્ટ હેતસ્વી સોમાણીના યોગ: ભાવનગર શહેરની હેતસ્વી સોમાણી નાનપણથી યોગમાં અવ્વલ નંબરે રહી છે અને ગોલ્ડમેડાલિસ્ટ સુધી પહોંચી છે. નાની વયથી માંડીને આજે લગ્ન જીવનમાં બંધાયા બાદ પણ હેતસ્વી સોમાણીએ યોગને પોતાના જીવનમાં વણી લીધું છે. 21મી જૂન વિશ્વ યોગ દિવસ હોવાથી હેતસ્વી સોમાણી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. હેતસ્વી સોમાણી ગર્ભાવસ્થામાં હોવાને કારણે તેને કેટલાક જરૂરીયાત પૂરતા જ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. જો કે ગર્ભવતી મહિલાઓએ કેવા આસનો અને પ્રાણાયામ કરવા જોઈએ તે પણ હેતસ્વી સોમાણીએ જણાવ્યું હતું.

ગર્ભવતી મહિલાઓ કેવા માત્ર આસન કરી શકે: યોગ ખેલાડી હેતસ્વી સોમાણી ગર્ભવતી હોવા છતાં પણ આસનો કરીને ગર્ભવતી મહિલાઓને સંદેશો પાઠવ્યો હતો કે યોગ ગર્ભવતી મહિલાઓ માટે પણ શ્રેષ્ઠ છે. પરંતુ તે કેટલાક નિશ્ચિત આસનો અને પ્રાણાયામ કરવાથી પોતાનું અને પોતાના બાળકનું સ્વાસ્થ્ય સુડોળ રાખી શકે છે.

ભાવનગરની મહર્ષિ એવોર્ડ મેળવનાર યોગ ખેલાડી હેતસ્વી સોમાણીએ જણાવ્યું હતું કે આજે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે. હું ગર્ભવતી છું અને ગર્ભવતી મહિલા તેને કેવી રીતે ઉજવી શકે છે. યોગને પોતાના જીવનમાં ઉતારીને કેવી રીતે આસન અને પ્રાણાયામ કરી અને સુડોળ બનાવી શકે છે એ આપણે જાણીશું. ગર્ભવતી મહિલાને ડિલિવરી સમયે વધારેને વધારે સી સેક્શન પર જતું હોય છે તો એને આપણે નોર્મલ ડિલિવરીમાં ફેરવવા માટે ૐકાર પ્રાણાયામ, મકાર, ભ્રામરી અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ. શ્વાસો શ્વાસની ક્રિયા પર પણ ધ્યાન આપવું જોઈએ.

ત્યારબાદ આપણે બેબી હેલ્ધી રહે તે માટે ભદ્રાશન, બટરફલાય પોઝિશન, પદ્માશન, યોગમુદ્રાસન, તાડાસન અને ધ્રુવાસન જેવા આસન કરવા જોઈએ. જેથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ આસનો તમે તમારી જર્ની દરમ્યાન કરો અને પોતાના જીવનને ખૂબ સ્વસ્થ બનાવો અને આવનારું તમારું ભવિષ્ય છે એને પણ સ્વસ્થ બનાવો. જો કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ આસનો કરવા જોઈએ તેમ વધુમાં તેને ઉમેર્યું હતું. હેતસ્વીએ કરેલા આસનો ગર્ભાવસ્થામાં 4 થી 9 મહિના સુધી કરી શકાય છે.

ખાસ નોંધઃ ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ અનુસાર યોગાભ્યાસ કરવો જોઈએ

  1. વડોદરા શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી... - world yoga day 2024
  2. મનો દિવ્યાંગ બાળકોએ આજે યોગ કરીને ઉજવ્યો "વિશ્વ યોગ દિવસ", શહેરના નાગરિકો પણ આ યોગ કાર્યક્રમમાં જોડાયા - International day of yoga 2024

Last Updated : Jun 21, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.