અમદાવાદ: આગામી તહેવારોની મોસમ અને ટ્રેનોમાં વધતી મુસાફરોની ભીડને લઈને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે એ વિશેષ ભાડા પર 27 જોડી વિશેષ ટ્રેન દોડવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો જાણો વિસ્તારથી..
ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 30 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 29 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સ્પેશિયલ જે અગાઉ 25મી જુલાઈ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 3જી ઓક્ટોબરથી 26મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 25 જુલાઈ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09043/09044 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર - દહાણુ રોડ (દ્વિ-સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સ્પેશિયલ જે અગાઉ 27મી ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1લી સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09044 ગોરખપુર - દહાણુ રોડ સ્પેશિયલ જે અગાઉ 28 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 2 સપ્ટેમ્બરથી 1 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09055/09056 બાંદ્રા ટર્મિનસ - ઉધના સ્પેશિયલ (અઠવાડિયામાં 5 દિવસ)
ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ - ઉધના સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09056 ઉધના - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09007/09008 વલસાડ - ભિવાની (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09007 વલસાડ - ભિવાની સ્પેશિયલ જે અગાઉ 29 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 5 સપ્ટેમ્બરથી 26 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09008 ભિવાની-વલસાડ સ્પેશિયલ જે અગાઉ 30 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 6 સપ્ટેમ્બરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09436/09435 ઓખા-ગાંધીગ્રામ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 25 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ જે અગાઉ 24 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ઓગસ્ટથી 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09493/09494 અમદાવાદ-પટના (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09493 અમદાવાદ - પટના સ્પેશિયલ જે અગાઉ 25મી ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1લી સપ્ટેમ્બરથી 29મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ જે અગાઉ 27 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 3 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09117/09118 સુરત - સુબેદારગંજ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09117 સુરત - સુબેદારગંજ સ્પેશિયલ જે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 4 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09118 સુબેદારગંજ - સુરત સ્પેશિયલ જે અગાઉ 28 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 5 ઓક્ટોબરથી 28 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09343/09344 ડૉ. આંબેડકર નગર - પટના (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09343 ડૉ. આંબેડકર નગર - પટના સ્પેશિયલ જે અગાઉ 26 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09344 પટના - ડૉ. આંબેડકર નગર સ્પેશિયલ જે અગાઉ 27મી સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09041/09042 ઉધના - છાપરા (સાપ્તાહિક) સ્પેશિયલ [અનરીઝર્વ્ડ]
ટ્રેન નંબર 09041 ઉધના - છપરા સ્પેશિયલ જે અગાઉ 25 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09042 છપરા - ઉધના સ્પેશિયલ જે અગાઉ 26 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી. તેને હવે 2 સપ્ટેમ્બર થી 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે .
ટ્રેન નંબર 09145/09146 મુંબઈ સેન્ટ્રલ-બરૌની (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09145 મુંબઈ સેન્ટ્રલ-બરૌની સ્પેશિયલ જે અગાઉ 26મી ઑગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 7મી ઑક્ટોબરથી 11મી નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09146 બરૌની-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ જે અગાઉ 29 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 10 ઓક્ટોબરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09049/09050 દાદર-ભુસાવલ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09049 દાદર - ભુસાવલ સ્પેશિયલ જે અગાઉ 27મી સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 4થી ઓક્ટોબરથી 27મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09050 ભુસાવલ-દાદર સ્પેશિયલ જે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09051/09052 દાદર-ભુસાવલ (ત્રિ-સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09051 દાદર-ભુસાવલ સ્પેશિયલ જે અગાઉ 29 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09052 ભુસાવલ-દાદર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 2 ઓક્ટોબરથી 1 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09045/09046 ઉધના - પટના (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09045 ઉધના - પટના સ્પેશિયલ જે અગાઉ 27મી સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 4થી ઓક્ટોબરથી 27મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09046 પટના - ઉધના સ્પેશિયલ જે અગાઉ 28 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 5 ઓક્ટોબરથી 28 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09057/09058 ઉધના - મેંગલુરુ (દ્વિ-સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09057 ઉધના - મેંગલુરુ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 3 નવેમ્બરથી 8 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09058 મેંગલુરુ – ઉધના સ્પેશિયલ જે અગાઉ 31 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 નવેમ્બરથી 9 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09025/09026 વલસાડ - દાનાપુર (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09025 વલસાડ - દાનાપુર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09026 દાનાપુર - વલસાડ સ્પેશિયલ જે અગાઉ 1 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09111/09112 વડોદરા - ગોરખપુર (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09111 વડોદરા - ગોરખપુર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09112 ગોરખપુર - વડોદરા સ્પેશિયલ જે અગાઉ 2 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 9 ઓક્ટોબરથી 1 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09195/09196 વડોદરા-મઉ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09195 વડોદરા-મઉ સ્પેશિયલ જે અગાઉ 28મી સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 5મી ઓક્ટોબરથી 28મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09196 મઉ – વડોદરા સ્પેશિયલ જે અગાઉ 29 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 6 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ – દાનાપુર (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09417 અમદાવાદ - દાનાપુર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર - અમદાવાદ સ્પેશિયલ જે અગાઉ 1 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09575/09576 રાજકોટ - મહબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09575 રાજકોટ - મહબૂબનગર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 જે અગાઉ 1 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 8 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ જે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ જે અગાઉ 29 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 6 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ કે જે અગાઉ 24 સપ્ટેમ્બર 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબરથી વધારીને 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09406 પટના - સાબરમતી સ્પેશિયલ જે અગાઉ 26 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 3 ઓક્ટોબરથી 2 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09557/09558 ભાવનગર - દિલ્હી કેન્ટ (સાપ્તાહિક) સ્પેશિયલ
ટ્રેન નંબર 09557. ભાવનગર - દિલ્હી કેન્ટ જે અગાઉ 27 સપ્ટેમ્બર 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 4 ઓક્ટોબર થી 27 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે એ જ રીતે, ટ્રેન નંબર 09558 દિલ્હી કેન્ટ - ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 28 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 5 ઓક્ટોબરથી 28 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ – બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સપ્ટેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી, 2024. જે 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09530/09529 ભાવનગર- ધોળા સ્પેશિયલ [અનરીઝર્વ્ડ]
ટ્રેન નંબર 09530 ભાવનગર- ધોળા સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોળા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09313/09314 ઉજ્જૈન - ભોપાલ સ્પેશિયલ [અનરીઝર્વ્ડ]
ટ્રેન નંબર 09313 ઉજ્જૈન - ભોપાલ સ્પેશિયલ જે અગાઉ 31મી ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1લી સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09314 ભોપાલ - ઉજ્જૈન સ્પેશિયલ જે અગાઉ 1 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 2 સપ્ટેમ્બરથી 1 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09207, 09208, 09415, 09416 ,09043, 09055, 09056, 09007,09436, 09435, 09343, 09117 અને 09493 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 18 ઓગસ્ટ, 2024, થી જયારે ટ્રેન નંબર 09145 , 09049,09051, 09045, 09057, 09025, 09111, 09195, 09417, 09575, 09569, 09405, અને 09557 ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકીંગ 20 ઓગસ્ટ, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોને રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો છે.