ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના મોન્સૂન સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે પણ ડ્રગ્સ અને જસદણ બળાત્કાર મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા હતા. કોંગ્રેસે ડ્રગ્સ મુદ્દે ચર્ચા માટે સત્ર એક દિવસ લંબાવવાની માંગણી કરી છે. માત્ર ત્રણ દિવસીય વિધાનસભા સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉપાડવાની તક મળતી નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાહવાહી મેળવવા લાઈવ પ્રસારણની માંગ કરી છે. તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
'પોતાની નિષ્ફળતા છૂપાવવા MLAને સસ્પેન્ડ કરાયા' કોંગ્રેસ ધારાસભ્ય દળ ના નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે સરકારની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસના MLA ને કાલે સસ્પેન્ડ કરાયા હતા. ભાજપના બે દશકના શાસનમાં રાજ્યમાં દરેક ખૂણે ડ્રગ્સ અને દારૂ વેચતા થયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં ડ્રગ્સ ચા અને પાનના ગલ્લા પર મળતા થયા છે. કોંગ્રેસે વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચર્ચાની અમે માંગણી કરી છે. ગૃહરાજ્ય મંત્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે.
ડ્રગ્સના કારોબારમાં પોલીસ-સરકારની મિલિભગતના આક્ષેપો અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે અમે 1 દિવસ સત્ર વધારવા માંગણી કરી છે. અમે સત્ર વધારવા અધ્યક્ષને વિનંતી કરી છે. ગુજરાતમાં પાણી નથી મળતું પણ દારૂ મળે છે. સરકાર અને પોલીસની મિલીભગતથી દારૂ અને ડ્રગ્સના ધંધા ચાલે છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં વાહવાહી મેળવવા લાઈવ પ્રસારણની માંગ કરી છે. હર્ષ સંઘવી વાહવાહી ન મેળવે તે માટે અમે સવાલ પૂછ્યા નથી. અમે આવતી કાલે એક દિવસના સત્રની માંગણી કરી છે.