ETV Bharat / state

રાજકોટના મનપાના વધુ એક અધિકારી વિવાદમાં, પૂર્વ એન્જિનિયર મહિલા અધિકારીના ઘરે વિજીલન્સની ટીમની તપાસ - Rajkot Vigilance team investigates

રાજકોટના મનપાના પૂર્વ એન્જિનિયરની ઘરે સોમવારે મહાનગરપાલિકાની વિજીલન્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેમના ઘરેથી સાહિત્ય પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે મામલે પૂર્વ એન્જિનિયરે જણાવ્યું હતું કે મને તો ખબર જ ન હતી કે આટલી બધી ફાઈલો મારી ઘરે આવી ક્યાંથી તે અંગે હું CCTV ચેક કરીશ. Vigilance team investigates

રાજકોટના મનપાના વધુ એક અધિકારી વિવાદમાં
રાજકોટના મનપાના વધુ એક અધિકારી વિવાદમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 7:49 AM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ એન્જિનિયર અલ્પા મિત્રાનું ગત સપ્તાહે રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે 05 ઓગસ્ટ સોમવારના રોજ તેમના ઘરે અચાનક મહાનગરપાલિકાની વિજીલન્સ ટીમ પહોંચી હતી અને તેમના ઘરેથી મોટા પ્રમાણમાં ફાઈલ સહિતના કાગળો અને સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું.

પૂર્વ એન્જિનિયરની પ્રતિક્રિયા: આ અંગે વિજલન્સ ટીમના અધિકારી ભૂમિબેન પરમાર કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર થયાં ન હતા. પરંતુ કલાકો સુધી અલ્પા મિત્રાની ઘરેથી કબજે કરવામાં આવેલા ફાઇલોની કાર્યવાહી કરવામાં આવી હતી. કઈ ફાઈલો કબજે કરવામાં આવી છે તે અંગે પણ અધિકારી દ્વારા કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું. ત્યારબાદ તમામ સાહિત્ય લઈ વિજીલન્સ ટીમ કોર્પોરેશન ખાતે પાછી પહોંચી હતી. આ દરોડા અંગે જેમની ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા તે મનપાના પૂર્વ એન્જિનિયર અલ્પા મિત્રાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું મારા પારિવારિક કામથી બહારગામ હતી સાંજે જ્યારે ઘરે પરત ફરી ત્યારે મનપાના અધિકારી ભૂમિબેન પરમાર અને હું બંને સાથે જ મારા ઘરમાં એન્ટર થયા અને તેમણે મારા ઘરેથી આ ફાઈલો કબજે કરી આ ફાઈલો ક્યાંથી આવી એ મને ખબર નથી અને હું સીસીટીવી ચેક કરીશ કે આ ફાઇલ કોણ મૂકી ગયું ?

રાજીનામાને લઈને કરી સ્પષ્ટતા: અલ્પા મિત્રાએ વધુમાં કહ્યું કે, મે રાજીનામું મારા પારિવારિક કામ વધુ હોવાથી આપ્યું છે, મારી દીકરી અમેરિકામાં રહે છે, મારા ઘરમાં વડીલોની તબિયત પણ નાદુરસ્ત રહેતી હોય જેથી મારા માથે જવાબદારી વધુ છે. જેને લઇને રાજીનામું આપ્યું છે અને ગત સપ્તાહે મારું રાજીનામું પણ મંજૂર થઈ ગયું છે અને મે મારા પરિવારના કામકાજના લીધે જ ને કોર્પોરેશનમાંથી રાજીનામું આપ્યું છે.

ફાઈલો ક્યાંથી આવી તેના વિશે અજાણ: મનપાના અધિકારીઓ મારા પરિવાર જેવા છે પણ આ ફાઈલો મારા ઘરે આવી ક્યાંથી આવી તેની મને પણ જાણ નથી આગળ તપાસમાં જે ફાઇલ આવશે ત્યારે મને પણ ખબર પડશે અને આવાસના ભ્રષ્ટાચાર મામલે જે આક્ષેપો લાગે છે તે મામલે તેમણે કહ્યું કે મેં તો ત્રણ વર્ષ પહેલાં જ આવાસનો ચાર્જ મૂકી દીધો છે એટલે મને કંઈ ખબર નથી.

  1. કોંગ્રેસની 'ન્યાય યાત્રા' 9 ઓગસ્ટથી ગુજરાતમાં શરુ કરાશે, જાણો કોણ કોણ જોડાશે આ યાત્રામાં - CONGRESS GUJARAT NYAY YATRA
  2. રાજકોટ મનપાના લોકદરબારમાં થયો હોબાળો, નયનાબા જાડેજાએ સ્થાનિક પ્રશ્નો ઉપાડ્યા - ruckus in Lok Darbar of RMC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.