ETV Bharat / state

'માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા', વાવની પેટા ચૂંટણીમાં જીત બાદ સી.આર પાટીલે શું કહ્યું? - VAV BYPOLLS RESULT

ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 2442 વોટના અંતરથી હરાવ્યા.

સી.આર પાટીલની તસવીર
સી.આર પાટીલની તસવીર (bjpgujarat/x)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 6:53 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 2442 વોટના અંતરથી હરાવ્યા. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં અપક્ષથી લડતા ભાજપના જ પૂર્વ નેતા માવજીભાઈ પટેલને પણ 27,000થી વધુ વોટ મળ્યા હતા. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડનારા માવજી પટેલને લઈને નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસે માવજીભાઈને અપક્ષ ઉતાર્યા હતા?
સી.આર પાટીલે વાવ બેઠકની જીતનો શ્રેય ગુજરાતમાં થયેલા વિકાસના કામો, વાવના આગેવાનો અને કાર્યકર્તાઓની મહેનતને આપ્યો છે. તેમણે કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસે ભાજપમાંથી એક વ્યક્તિને ત્રિપાંખીયા જંગ માટે ઊભા રાખ્યા. પરંતુ તેઓ ફાવી શક્યા નહીં. માવજી પટેલે જેમને ઊભા રાખ્યા હતા, પાવરની વાત કરતા હતા, ભાજપના કાર્યકરોઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં પણ સીટિંગ ધારાસભ્ય હોવા છતા ત્યાના મતદારોએ તેમને નકાર્યા હતા, તેમને માઈનસમાં રાખ્યા હતા.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હારનો રંજ છે: શક્તિસિંહ ગોહિલ
તો કોંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે X પર ટ્વીટ કરીને કહ્યું હતું કે, દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા થોડા રાઉન્ડમાં નુકસાની બાદ નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હારનો રંજ છે. વિજેતાને અભિનંદન અને વાવ વિધાનસભાના મતદારોએ કોંગ્રેસ પક્ષને જે સાથ આપ્યો તેમનો હાર્દિક આભાર. અનેક વિપરીત સંજોગોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ જે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ચૂંટણી લડ્યા તેઓનો ખૂબ આભાર. હાર કે જીત કરતા સિદ્ધાંત અને મક્કમતાથી લડવું તે મહત્વનું છે. અનેક અયોગ્ય યુક્તિ અને પ્રયુક્તિઓ વચ્ચે ખૂબ જોરદાર ટક્કર કોંગ્રેસજનોએ આપી તેમને સલામ છે.

આ પણ વાંચો:

  1. Vav Bypolls Result: મતગણતરીના 21 રાઉન્ડ સુધી આગળ રહેનારા કોંગ્રેસના ગુલાબસિંહ વાવમાં કેવી રીતે હાર્યા?
  2. વાવમાં ખિલ્યું 'કમળ', 'ગુલાબ' કરમાયું... વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.