અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે. અમદાવાદમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિતિ નોંધાવી રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોની વિસ્તારથી વાત કરીએ તો આજે તેઓ થલતેજ સ્થિત દિવ્ય જ્યોત સ્કૂલ પાસે આવેલ અને એએમસી દ્વારા બનાવવામાં આવેલ નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત જૂના વાડજ ખાતે રામાપીર ટેકરા વિસ્તારમાં સ્લમ પુનર્વાસ યોજના હેઠળ EWS 588 આવાસ મકાનોનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ મહાનગર પાલિકા સંચાલિત નવનિર્મિત વાડજ સ્કૂલ નંબર 1નું ઉદ્ઘાટન કરશે.
આ ઉપરાંત નવા વાડજ ખાતે સ્વાસ્તિક વિદ્યાલયના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ પ્રકાશચંદ્ર પાઠક માર્ગનું નામકરણ અને લોકાર્પણ કરશે. વધુમાં અમિત શાહ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમોનું ઉદ્ધાટન કરશે.