ETV Bharat / state

ધાય,ધાય,ધાય...વાપીમાં બિલ્ડરે કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, જમીનમાં એન્ટ્રી મામલે બની ઘટના - Vapi Firing crime

વાપી ટાઉન પોલીસ વિસ્તારમાં NH 48 પર આવેલા શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરિંગની ઘટના ઘટી છે. અહીં પોતાની ઓફિસ ધરાવતા બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજાએ તેમને મળવા આવેલા અન્ય બિલ્ડરો સામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. પોલીસે બિલ્ડરને હથિયાર સાથે ઝડપી લઈ કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે. Vapi firing crime

વાપીમાં બિલ્ડરે કર્યું ફાયરિંગ
વાપીમાં બિલ્ડરે કર્યું ફાયરિંગ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 1:10 PM IST

વલસાડ : વાપીમાં એક બિલ્ડરે ઓફિસમાં મળવા આવેલા લોકો પર ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ હતી. એક જમીનમાં બેન્ક લોનનો બોજો હોવાથી જમીન લેનાર બિલ્ડરોની એન્ટ્રી પડતી નહોતી. એ અંગે બિલ્ડરની ઓફિસમાં રજૂઆત કરવા ગયા, ત્યારે આ ઘટના ઘટી હતી. જેમાં કોઈને ઈજા થઈ નથી. જોકે, ઘટના બાદ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરને હથિયાર સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

બિલ્ડરે કર્યું ફાયરિંગ : વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરિંગની ઘટના ઘટી હતી. તેની જાણકારી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને ફાયરિંગ કરનાર ગિરિરાજસિંહ જાડેજાની હથિયાર સાથે ધરપકડ કરી છે. આ ઘટના અંગે વાપી DSP ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, આ સમગ્ર મામલો એક જમીનને લઈને છે. જેમાં બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.

વાપીમાં બિલ્ડરે કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ (ETV Bharat Reporter)

જમીનનો મામલો બિચક્યો : આરોપીએ વાપી, વલસાડ અને સુરતના બિલ્ડરોની ભાગીદારી પેઢી એવી શિવ શક્તિ ડેવલોપર્સને વાપી નજીક આવેલ છરવાડામાં પોતાની માલિકીની 22 ગુંઠા જમીન વેચી હતી. જેની કુલ 5.29 કરોડ રકમ જમીન ખરીદનારાઓએ ટુકડે ટુકડે ચૂકવી હતી. રકમ ચૂકવ્યા બાદ અને દસ્તાવેજની પ્રક્રિયા હાથ ધરી એન્ટ્રી કરવા સમયે ભાગીદારી પેઢીને જાણકારી મળી કે આ જમીન પર ગિરિરાજસિંહ જાડેજાએ 2.49 કરોડની બેંક લોન લીધી છે.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ : આ લોનનો બોજો હોવાથી શિવ શક્તિ ડેવલોપર્સની એન્ટ્રી થઈ શકતી નહોતી. જેથી બિલ્ડરોએ વારંવાર ગિરિરાજસિંહ જાડેજાનો સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ ગિરિરાજસિંહ જાડેજા તેમને મળતો નહોતો. સોમવારે ભાગીદારી પેઢીના બિલ્ડરો તેમની ઓફિસે ગયા હતા. ત્યાં તેઓ ગિરિરાજ સિંહની રાહ જોઈ રહ્યા હતા, તે અરસામાં તે ઓફિસમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપીને દબોચ્યો : વાપી પોલીસે આરોપી ગિરિરાજસિંહની હથિયાર સાથે ધરપકડ કરી છે. ગીરીરાજસિંહ પાસેથી લાયસન્સવાળા બે હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસ દ્વારા એટેમ્પ્ટ ટૂ મર્ડર અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગિરિરાજસિંહ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં કોઈને પણ ઈજા થઈ નથી. કદાચ તેમને ડરાવવા માટે આ રાઉન્ડ ફાયરિંગ ઓફિસની ફર્શ પર કર્યું હોવાનું અનુમાન લગાવી છે.

શું છે જમીનનો મામલો ? શિવ શક્તિ ડેવલોપર્સની ભાગીદારી પેઢીના વિનોદ આહિરે જણાવ્યું હતું કે, છરવાડામાં 217 પૈકી એક બ્લોક નંબરની આ જમીન શિવ શક્તિ ડેવલોપર્સની ભાગીદારી પેઢીના નામે 2019 માં ખરીદી હતી. 22 ગુંઠા જમીન પેટે તેમના દ્વારા રકમ ચૂકતે કરવામાં આવી હતી. જોકે જમીન પર બોજો હતો. જે લોનનો બોજો હટાવવા માટેની વાતચીત કરવા તેઓ તેમની ઓફિસે ગયા હતા. ત્યારે ગિરિરાજસિંહ જાડેજાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ડરાવવાની કોશિશ કરી હતી.

પોલીસ કાર્યવાહી : શિવ શક્તિ પેઢીના ભાગીદારોએ જણાવ્યું હતું કે, અમારી એક જ માંગ છે કે આ જમીનને બોજા મુક્ત કરી એન્ટ્રી પાડી આપે. ઉલ્લેખનીય છે કે, જમીન વેચનાર બિલ્ડર દ્વારા જમીન ખરીદનાર બિલ્ડરને ડરાવવા કરેલ ફાયરિંગ બાદ વાપી પંથકમાં ચકચાર મચી છે. તો, પોલીસની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે. પોલીસે મિસ ફાયર થયેલ કારતૂસ અને CCTV ફૂટેજ કબ્જે કરી સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

  1. સેલવાસમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ
  2. ટોલ પ્લાઝા પર વાહન ચાલક અને ટોલ કર્મી વચ્ચે છુટ્ટાહાથે મારામારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.